<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 6th August 2025

૧૫ વર્ષથી વોન્‍ટેડ આરોપી પકડી PCB નવા વિક્રમ તરફ : રાજસ્‍થાનમાં પોલીસવાન પર હુમલો કરનાર પણ સુરત પોલીસે દબોચી લીધો...

રીઢા ગુનેગારોની માનસિક હિંમત ભાંગવા સુરત પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોતના પ્રયોગ ગુજરાતભરમાં અમલી : પોલીસ ટોપ ગિયરમાં દોડે છે... : પોલીસ ઇન્‍સ્‍પેક્‍ટર આર એસ સુવેરા ટીમ નવા વિક્રમ તરફ : ડીસીપી ભગીરથ ગઢવી, ચિરાગ પટેલના માર્ગદર્શનમાં પીઆઇ એસ.એન. દેસાઈ ટીમની કાબિલેદાદ કામગીરી

રાજકોટ, તા.૬:  નો ડ્રગ્‍સ ઈન સુરત, નો વોન્‍ટેડ, પાસા અભિયાન સહિતના તબક્કાવાર કાર્યક્રમો સહિત ખાસ કરી અસમાજિક તત્‍વો સામે કાયદાકીય લડાઇ સાથે તેમની માનસિક હિંમત ભાંગવા માટે ૨૮, ૨૦ વર્ષથી વોન્‍ટેડ આરોપી પકડવા અને આ શળંખલામાં ૧૦ વર્ષથી વધુ સમયથી ૩૨ જેટલો વોન્‍ટેડ આરોપીઓ PCB પોલીસ ઇન્‍સ્‍પેક્‍ટર આર.એસ સુવેરા ટીમ દ્વારા પકડી પાડવામાં આવ્‍યા બાદ હવે pcb/ DCB, SOG સાથે તમામ પોલીસ મથકને પણ પોલીસ કમિશનર દ્વારા આ ઝુંબેશમાં શામેલ કરવામાં આવતા અદભુત પરિણામ મળવા લાગ્‍યા છે.

રાજ્‍યકક્ષાના ગળહ મંત્રી હર્ષભાઈ સંઘવી દ્વારા આ પોલીસ કમિશનરના નવતર પ્રયોગની નોંધ લેવા સાથે આખા રાજ્‍યમાં આ પ્રયોગ અમલી બનાવવા સૂચના આપી છે, તેવા સમયે સુરત પોલીસ દ્વારા અને ખાસ કરી PCB દ્વારા આ કાર્ય માટે વિવિધ ટીમો બનાવી હોવાનું PCB પીઆઇ આર.એસ સુવેરા અકિલા સાથેની વાતચીતના જણાવ્‍યું છે.

જે ટીમો નાસતા-ફરતા આરોપીઓની તપાસમાં હતી દરમ્‍યાન આજરોજ તા.૦૫/૦૮/૨૦૨૫ ના રોજ પી.સી.બીના એ.એસ.આઇ હસમુખભાઇ મોહનભાઇ તથા અ.હે.કો અશોકભાઇ લુણી નાઓને હકીકત મળેલ કે, ‘ખટોદરા પો.સ્‍ટેના સને.૨૦૧૦ ના અપહરણના ગુનામાં વોન્‍ટેડ આરોપી. દિનેશ તારાચંદ ભાર્ગવ નાઓ હાલ ડભોલી ચાર રસ્‍તા પાસે ઉભેલ છે જેને શરીરે ગુલાબી કલરની ટી-શર્ટ તથા ભુરા કલરની જીન્‍સ પેન્‍ટ પહેરેલ છે.'  જે હકીકતવાળી જગ્‍યાએ તપાસ કરતા આરોપી. દિનેશ તારાચંદ ભાર્ગવ ઉ.વ/૩૯ રહે.ગામ.નવલગઢ, વોર્ડ નં.૧૦, છોટા બસ સ્‍ટેન્‍ડ પાસે, તા.નવલગઢ, જી.જુનજુનુ, રાજસ્‍થાન વાળાને દબોચી લેવામા પી.સી.બીને સફળતા મળેલ છે.

રાજસ્‍થાન રાજ્‍યના ડુંગરપુર જીલ્લા સાબલા પોલીસ સ્‍ટેશન વિસ્‍તારમા પોલીસ કર્મચારી પર પથ્‍થરથી હુમલો કરી સરકારી વાનને નુકસાન પહોંચાડનાર આરોપી પર રૂપિયા ૫૦૦૦/- નુ ઇનામ જાહેર કરેલ જે નાસતા ફરતા આરોપીને પકડી પાડતી ઉધના પોલીસ સર્વેલન્‍સ ટીમ.

ગત તા-૧૩/૦૮/૨૦૨૪ ના રોજ સાબલા પો.સ્‍ટે. વિસ્‍તાર કંટ્રોલ રૂમ તરફથી પોલીસ વાનને કોલ મળેલ કે, ૧૦ થી ૧૨ ઇસમો દારૂ પીને તુફાન હોટલ પાસે ઝગડો કરે છે જે આધારે પોલીસ વાન જગ્‍યા પર જતા આરોપીઓએ પોલીસ કર્મચારીઓ પર પથ્‍થરથી હુમલો કરી જાનથી મારી નાખવાની કોશીશ કરી સરકારી વાહનને નુકસાન કરી સરકારી ફરજમાં રૂકાવટ કરેલ જે બાબતે રાજસ્‍થાન રાજ્‍યના ડુંગરપુર જીલ્લાના સાબલા પોલીસ સ્‍ટેશન પાર્ટ A ગુ.ર.નં.૧૧૦/૨૦૨૪ ભારતીય ન્‍યાય સંહિતા-૨૦૨૩ ની કલમ-૧૩૨, ૧૧૮(૧), ૧૯૧(૨), ૧૯૦, ૧૦૯(૧) તથા પ્રીવેશન ઓફ ડેમેજ ટુ પબ્‍લીક પ્રોપર્ટી એક્‍ટ-૧૯૮૪ ની કલમ-૩ મુજબનો ગુનો રજીસ્‍ટર કરવામા આવેલ.

ઉપરોક્‍ત સુચના અનુસંધાને પો.ઇન્‍સ.શ્રીએસ.એન.દેસાઈ તથા II પો.ઇન્‍સ.શ્રી.જે.એસ.ઝાંબરે નાઓના માર્ગદર્શન હેઠળ સર્વેલન્‍સ પો.સ.ઇ.શ્રી.એમ.કે.ઇશરાણી નાઓના નેતળત્‍વ હેઠળ સર્વેલન્‍સ સ્‍ટાફના અ.હે.કો.ભુપતભાઇ ઘુઘાભાઇ તથા અ.હે.કો.ચિરાગભાઇ પિતામ્‍બરભાઇ નાઓએ ટેક્રીકલ એનાલેસીસ અને હ્યુમન સોર્સીસના આધારે આરોપી નામે જીગર પ્રભુલાલજી મીણા ઉ.વ.૨૦ ધંધો.મજરી રહે.ઘર નં.૧૨ પારસી કંપાઉન્‍ડ ઉધના ત્રણ રસ્‍તા પાસે ઉધના સુરત મૂળવતન- ગામ.મસલેયા થાના.ઇટાવા જી.ડુંગરપુર (રાજસ્‍થાન) મો.૬૩૫૯૦૧૪૫૦૭ ને પકડી પાડી ખુબ જ સારી અને પ્રશંસનીય કામગીરી કરેલ છે.

(2:43 PM IST)