તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 4th August 2025
વડોદરામાં ફાયર બ્રિગેડના સાધનોની ખરીદીમાં કૌભાંડ !: મ્યુનિસિપલ કમિશ્નર ત્રણ અધિકારીઓને કર્યા સસ્પેન્ડ
કમિટીએ કૌભાંડ તરફ ઇશારો કર્યા બાદ મ્યુનિસિપલ કમિશ્નરએ અધિકારીઓ સામે લાલ આંખ કરી

વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશને થોડા સમય પહેલા ફાયર બ્રિગેડના સાધનોની ખરીદી કરી હતી. આ ખરીદી બાદ ખરીદીમાં કૌભાંડ થયું હોવાનું ચર્ચાએ જોર પકડ્યું હતું. ત્યાર બાદ એક કમિટી રચવામાં આવી હતી અને તેને તપાસ કરવા કહેવામાં આવ્યું હતું. કમિટીએ તપાસ બાદ ખરીદીમાં કૌભાંડ થયું હોવા તરફ ઇશારો કર્યો હતો.
કમિટીએ કૌભાંડ તરફ ઇશારો કર્યા બાદ મ્યુનિસિપલ કમિશ્નરએ અધિકારીઓ સામે લાલ આંખ કરી છે અને કૌભાંડ કરનારા ફાયર બ્રિગેડના ત્રણેય અધિકારીઓ ચીફ ફાયર ઓફિસર, ડે.ચીફ ફાયર ઓફિસર અને HODને સસ્પેન્ડ કર્યા છે.
વડોદરાનાં ચીફ ફાયર ઓફિસર મનોજ પાટીલ, ડેપ્યુટી ચીફ ફાયર ઓફિસર નૈતિક ભટ્ટ, ફાયર બ્રિગેડના તત્કાલીન HOD ડો દેવેશ પટેલને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. ફાયર બ્રિગેડે ફાયર બ્રિગેડના સાધનોની ખરીદી 3.17 કરોડની કરી હતી. આ કિંમત સાધનોની કિંમત કરતા દસથી બાર ગણાં વધુ હતી.
(9:33 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
