તા. ૧૬ ડિસેમ્બર ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૨ માગશર વદ – ૧૨ મંગળવાર
News of Monday, 4th August 2025
બનાસકાંઠા જિલ્લામાં આદિવાસી સમાજના યુવાનોને જાતિના દાખલા કઢાવામાં ભારે મુશ્કેલી :રેલી યોજી વિરોધ પ્રદર્શન કર્યું
દાંતા, અમીરગઢ સહીત વિસ્તારના આદિવાસી સમાજના લોકો જિલ્લા મથક પાલનપુર ખાતે પહોંચ્યા: જો 9 ઓગસ્ટ સુધીમાં નિરાકરણ નહીં લવાય તો બનાસકાંઠામાં સરકારના વિશ્વ આદિવસી દિન કાર્યક્રમનો વિરોધ કરવાની ચિમકી ઉચ્ચારી

બનાસકાંઠા જિલ્લામાં આદિવાસી સમાજના યુવાનોને જાતિના દાખલા કઢાવવામાં પડતી મુશ્કેલીને લઈ આજે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. જિલ્લાના દાંતા, અમીરગઢ સહીત વિસ્તારના આદિવાસી સમાજના લોકો જિલ્લા મથક પાલનપુર ખાતે પહોંચ્યા અને રામપુરા ચોકડીથી જિલ્લા કલેકટર સુધી રેલી યોજી જિલ્લા કલેકટર કચેરીમાં વિરોધ પ્રદર્ષિત કરી આવેદન પાઠવી મુશ્કેલીનું નિરાકરણ લાવવા માંગ કરી છે. જો 9 ઓગસ્ટ સુધીમાં નિરાકરણ નહીં લવાય તો બનાસકાંઠામાં સરકારના વિશ્વ આદિવસી દિન કાર્યક્રમનો વિરોધ કરવાની ચિમકી ઉચ્ચારી છે.
બનાસકાંઠા જિલ્લામાં દાંતા અને અમીરગઢ વિસ્તારમાં વસવાટ કરતા આદિવસી સમાજના લોકો દ્વારા આજે જિલ્લા મથક પાલનપુરમાં રેલી યોજી જિલ્લા કલેકટરને આવેદન પત્ર પાઠવવામાં આવ્યું હતું. આદિવસી સમાજના યુવાનોને જાતિના દાખલા કઢાવવામાં પડતી મુશ્કેલીને લઈ આજે આદિવસી સમજ દ્વારા વિરોધ પ્રદર્ષિત કરવામાં આવ્યો હતો. આદિવસી સમજના લોકોને જાતિના દાખલા કઢાવવામાં 1950 પહેલાનો રહેઠાણ પુરાવો માંગતા આદિવસી સમજના લોકો મુશ્કેલીમાં મુકાયા છે. આજે રોશે ભરાયેલા આદિવસી સમાજના લોકો મોટી સંખ્યામાં પાલનપુર ખાતે પહોંચ્યા અને પાલનપુરના રામપુરા ચોકડી ખાતેથી રેલી યોજી "આદિવસી એકતા જિંદાબાદ" ના નારા સાથે જિલ્લા કલેકટર કચેરી ખાતે પહોંચ્યા અને જિલ્લા કલેકટર કચેરીના પ્રાંગણમાં ધામા નાખી આદિવસી ધૂન કરી વિરોધ પ્રદર્ષિત કર્યો તે બાદ જિલ્લા કલેકટરને આવેદનપત્ર પાઠવી 1950 વખતના પુરાવાનો નિર્ણય રદ કરવા માંગ કરી છે.
જો 9 ઓગસ્ટ સુધીમાં આ નિર્ણય રદ નહીં કરાય તો 9 ઓગસ્ટએ આદિવસી દિવસની સરકારને બનાસકાંઠા જિલ્લામાં ઉજવણી ન કરવા દેવાની ચીમકી ઉચ્ચારી છે. આદિવસી સમાજના લોકો દ્વારા આક્ષેપ કરાયા છે કે અમારા સમાજના યુવાનો સરકારી નોકરી મેળવે તો તેમને જાતિના દાખલાને કારણે નોકરીના ઓર્ડર મળતા નથી. ત્યારે અત્યારે તો આદિવાસી સમાજના લોકોએ જિલ્લા કલેકટરને રજૂઆત કરી આ નિર્ણય રદ કરવાની માંગ કરી છે,
(8:21 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
