તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 4th August 2025
૧૦મી છુટાછવાયા ઝાપટાથી સંતોષ માનવો પડશે
વેધરએનાલીસ્ટ અશોકભાઇ પટેલની તા.૪ થી ૧૦ ઓગષ્ટ સુધીની આગાહી ગુજરાત નજીક બે યુએસી હોવા છતાં ભેજનું પ્રમાણ ઓછુ, પવનનું જોશ રહેશે

રાજકોટઃ આ સપ્તાહમાં ભારે વરસાદની કોઇ સંભાવના નથી. સિમિત વિસ્તારોમાં છૂટાછવાયા સ્થળોએ ઝાપટા પડશે. તેમ વેધરએનાલીસ્ટ શ્રી અશોકભાઇ પટેલે જણાવ્યું છે.
તેઓ જણાવે છે કે સમુદ્ર સપાટીઓનો મોનસૂન ટ્રફ હવે અમૃતસર, દેહરાદૂન, બરેલી, ગોરખપુર, પટણા, પુરનીયાથી પસાર થઈને પૂર્વ દિશામાં ઉત્તર-પૂર્વ બંગાળની ખાડી સુધી વિસ્તરે છે. એક યુએસી ૩.૧ કિમિ અને ૫.૮ કિમિ લેવલ માં દક્ષિણ પヘમિ બંગાળ ની ખાડી પર નોર્થ તામિલનાડુ કિનારા નજીક યથાવત છે અને વધતી ઊંચાઈએ દક્ષિણ પヘમિ તરફ ઝુકે છે.
એક પૂર્વથી પヘમિ દિશામાં ચાલતો ટ્રફ ૪.૫ કિમીથી ૭.૬ કિમી ઊંચાઈ વચ્ચે હવે અંદાજે અક્ષાંશ ૧૦ઓઉ ઉપર સ્થિત છે, જે દક્ષિણપૂર્વ અરબી સમુદ્રથી દક્ષિણ બંગાળની ખાડીના મધ્ય ભાગો સુધી જાય છે.ઉત્તર-પૂર્વ અરબી સમુદ્ર અને આસપાસના વિસ્તાર ઉપરનું ઉપરનું યુએસી ૩.૧ કિમિ લગભગ ૫.૮ કિમી ઊંચાઈએ યથાવત્ છે. ઉત્તર ગુજરાત અને લાગુ દક્ષિણ રાજસ્થાન ઉપરનું યુએસી ૩.૧ કિમિ પર સ્થિર છે.
એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ, જે મધ્ય અને ઉપરી ટ્રોપોસ્ફેરિક સ્તરોમાં ટ્રફ તરીકે જોવા મળે છે, તેની ધરી (axis) અંદાજે ૭૪E પર અને ૩૨N ઉત્તરે ૫.૮ કિમી ઊંચાઈએ સ્થિત છે.
વેધરએનાલીસ્ટ શ્રી અશોકભાઇ પટેલે સૌરાષ્ટ્ર, કચ્છ અને ગુજરાત માટે તા. ૪ થી ૧૦ ઓગસ્ટ સુધીની આગાહી કરતાં જણાવેલ કે ગુજરાત રાજ્ય નજીક બે યુએસી હોવા છતાં તે લેવલમાં ભેજ ઓછો છે. ૧.૫ કિમિ લેવલ માં ભેજ છે. ઘણા દિવસો દરમિયાન છૂટાછવાયા ઝાપટા અને હળવો મધ્યમ વરસાદ (૫ થી ૨૦ મી.મી.) જોવા મળી શકે છે. અલગ અલગ બે દિવસ, કેટલાક ખૂબ જ મર્યાદિત વિસ્તારોમાં ૩૫ મી.મી. જેટલો વરસાદ પડી શકે છે. પૂર્વાનુમાન દરમ્યાન સૌરાષ્ટ્ર અને કચ્છમાં સામાન્ય કરતાં ઓછો વરસાદ રહેવાની શક્યતા છે. ગુજરાત રજિયનમાં વરસાદનો વિસ્તાર સૌરાષ્ટ્ર કચ્છ કરતા વધુ રહેવાની શક્યતા છે. આગાહી સમય માં અરબી સમુદ્ર ના પવનો નું જોર ગુજરાત રાજ્ય માં ઘણા દિવસ રહેશે.
(3:26 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
