<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 4th August 2025

રાષ્‍ટ્રપતિ દ્વારા જાહેર થયેલ ચંદ્રકોથી મુખ્‍યમંત્રી દ્વારા વિભૂષિત થયેલ આ ips/GPS અધિકારીઓ વિશે જાણવા જેવું

સીબીઆઈ બેક ગ્રાઉન્‍ડ ધરાવતા વડોદરા સીપી નરસિંહમાં કોમાર, નો ડ્રગ્‍સ ઈન સુરત અભિયાનના પ્રણેતા અનુપમસિંહ ગેહલોત, નામ પ્રમાણે ગુણો પ્રજા માટે ધરાવતા રાજકોટ ડીસીપી સજ્જનસિંહ પરમાર સહિત ૧૧૮ની પસંદગીથી અભિનંદન અપરંપાર : કેશોદ જિલ્લામાં કાયદો વ્‍યવસ્‍થા સાથે સામાન્‍ય માણસની સુખાકારી યોજના ચલાવવા માટે જાણીતા એસપી બિપીનચંદ્ર ઠક્કર, રાજ્‍ય કેન્‍દ્રની લોક ઉપયોગી અને સામાન્‍ય માણસો માટેની યોજનામાં પણ કટકટાવાની ટેવ ધરાવતા અધિકારી હોય કે સ્‍ટાફ કે પછી તે અન્‍ય રાજ્‍યના પોલીસ ઇન્‍સ્‍પેક્‍ટર હોય તો પણ પીછેહટ નહીં કરનાર ભુજ બોર્ડર એકમ અને રાજકોટ એકમના ઇન્‍ચાર્જ મદદનીશ નિયામક કળષ્‍ણકુમારસિંહ ગોહિલ વિગેરેનો સમાવેશ થયો છે

રાજકોટ, તા.૪: પોલીસ તંત્રમાં પ્રસંશનીય સેવાઓ બદલ ગત વર્ષ રાષ્‍ટ્રપતિ દ્વારા જાહેર થયેલ રાષ્‍ટ્રપતિ ચંદ્રકો તાજેતરમાં ગાંધીનગર ખાતે એક વિશિષ્ટ અને ગૌરવભર્યા સમારોહમાં આપવામાં આવતા આ તમામ અધિકારીઓ સ્‍ટાફ પર અવિરત અભિનંદન વર્ષા ચાલુ છે.

Ips અધિકારીઓ/GPS અધિકારીઓ અને પોલીસ સ્‍ટાફ મળી કુલ ૧૧૮ને ચંદ્રકથી વિભૂષિત કરવામાં આવ્‍યા છે, જેમાં સીબીઆઈ બેક ગ્રાઉન્‍ડ અને સ્‍વચ્‍છ છબી ધરાવતા IPS વડોદરા પોલીસ કમિશનર નરસિંહમા કોમાર કે જેવો દ્વારા કેન્‍દ્રીય ગળહ મંત્રી સહિત ખૂબ પ્રશંસા પામેલ શહેર જિલ્લા સુરક્ષિત કરવા CCTV ની જાળમજબુત રચવાના વિશ્વાસ પ્રોજેકટ અને વડોદરા જેવા કોમી સંવેદનશીલ વિસ્‍તારમાં મજબૂત પક્કડની નોંધ લેવામાં આવી છે.

નો ડ્રગ્‍સ ઈન સુરત, નો વોન્‍ટેડ , પાસાના વિક્રમજનક કેસ, વ્‍યાજનકવાદીઓ સામે આકરા પગલાં,  સિનિયર સિટીઝન સુરક્ષા સહિત અભૂતપૂર્વ કામગીરીની નોંધ લેવામાં આવી, સાથે વડોદરા શહેરમાં પણ જે રીતે ડ્રગ્‍સ વિરોધી મોરચો માંડેલો તેના પરિપાક રીતે વડોદરા પોલીસ કમિશનર અનુપમસિહ ગેહલોત, નામ પ્રમાણે જ પ્રજા સાથે વર્તન અને અસામાજિક તત્‍વો પર પક્કડ રાખવા માટે જાણીતા રાજકોટ ડીસીપી સજ્જનસિંહ પરમાર,  સરકારી યોજનાઓ બદનામ થાય તે રીતે નાના અને સામાન્‍ય માણસો પાસેથી લાંચ સાથે પોતાના હોદાનો દૂર ઉપયોગ કરી મોટો લાંચ લેતાં તત્‍વોમાં acb ડિટેક્‍ટર પીયૂષ પટેલની નિશ્રામાં સપાટો બોલાવનાર મદદનીશ નિયામક કચ્‍છ બોર્ડર એકમ અને રાજકોટ એકમના acb આસિસ્‍ટન્‍ટ ડાયરેક્‍ટર કળષ્‍ણકુમારસિંહ ગોહિલ અને કેશોદમાં જડબેસલાક કાયદો વ્‍યવસ્‍થા, લોક હિતના કાર્યો કરવા માટે જાણીતા ડીસીપી બિપીનચંદ ઠકકરનો સમાવેશ થતા રઘુવંશી સમાજ સહિત તમામ સમાજમાં હરખની હેલી ચઢી છે.

(3:37 PM IST)