News of Monday, 4th August 2025
પેન્શન વધારાની માંગણી સાથે અમદાવાદમાં કાલે પેન્શનરોની ભુખ હડતાલ : સુત્રોચ્ચાર અને દેખાવો

રાજકોટ તા. ૪ : અમવાદમાં કાલે તા. પ ના મંગળવારે પેન્શનરોના અણઉકેલ પ્રશ્ના અંગે અવાજ ઉઠાવવા ભુખહડતાલ કરી સુત્રોચ્ચાર અને દેખાવો કરાશે.
એસ.બી.આઇ. પેન્શનર એસોસીએશન રાજકોટની યાદીમાં જણાવાયુ છે કે સમગ્ર ભારતમાં લાખો બેંક કર્મચારીઓને સ્પર્શતા વર્ષો જુના પ્રશ્ન પેન્શન વધારાની માંગણી સંદર્ભે કાલે એક દિવસીય લડતનું આયોજન કરાયુ છે.
સ્ટેટ બેંક ઓફ ઇન્ડીયા પેન્શનર્સ એસોસીએશનના જનરલ સેક્રેટરી કોમરેડ કમાલ કાદરી અને બેંક ઓફ ઇન્ડીયાના પેન્શનર્સ સંગઠનના કોમરેડ આર.એસ. ત્રિવેદીના નેતૃત્વમાં થનાર આ લડતમાં રાજકોટથી પણ અનુપમ દોશી, શીરીષ કચ્છી, શરદ દવે સહીત બહોળી સંખ્યામાં પેન્શરો જોડાશે.
સવારે ૧૦ થી પ વાગ્યા સુધી અમદાવાદના સુભાષ બ્રીજ પાસે, અભય ઘાટની બાજુમાં આવેલ કલેકટર કચેરી સામે ભુખ હડતાલ, સુત્રોચ્ચાર અને દેખાવો કરાશે. ૨૫૦ થી વધુ પેન્શનરો ભુખ હડતાલમાં જોડાશે. તેમ એસ.બી.આઇ. પેન્શનર્સ એસો. ના ડે. જનરલ સેક્રેટરી શરદ દવેની યાદીમાં જણાવાયુ છે.
(3:49 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
