<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 4th August 2025

બોડેલીમાં શ્વાને માસુમનો જીવ લીધો: ધનપુર વસાહતમાં માસુમ બાળકને શ્વાને ફાડી ખાધો

3 વર્ષના બાળક સાથે માતા પિયરમાં આવી હતી: ઘર પાસે રમતા બાળક પર શ્વાને હુમલો કર્યો

છોટાઉદેપુરના  બોડેલીમાં શ્વાને માસુમનો જીવ લીધો છે. ધનપુર વસાહતમાં માસુમ બાળકને શ્વાને ફાડી ખાધો છે. 3 વર્ષના બાળક સાથે માતા પિયરમાં આવી હતી. સાંજના સમયે ઘર પાસે રમતા બાળક પર શ્વાને હુમલો કર્યો હતો . રખડતા શ્વાને બાળકના ગળાના ભાગે જીવલેણ હુમલો કર્યો હતો . બાળકને ખેંચીને શ્વાન કેનાલ સુધી લઈ ગયું હતું . ગંભીર હાલતમાં બાળકને લોકોએ હોસ્પિટલ ખસેડ્યું. માસુમ બાળકનું હુમલાને કારણે મોત થયુ હતું, બાળકના મોતથી પરિવારમાં ઘેરો શોક છવાયો છે .

(1:06 PM IST)