તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 4th August 2025
છેલ્લા 24 કલાકમાં રાજ્યના 93 તાલુકામાં મેઘમહેર :માત્ર 2 જ તાલુકામાં 1 ઈંચથી વધુ વરસાદ વરસ્યો
હવામાન વિભાગની આગાહી મુજબ છેલ્લા કેટલાક દિવસથી રાજ્યના હવામાનમાં પલટો આવ્યો

અમદાવાદ : હવામાન વિભાગની આગાહી મુજબ છેલ્લા કેટલાક દિવસથી રાજ્યના હવામાનમાં પલટો આવ્યો છે. અરબસાગરમાં કરંટ આવ્યો છે અને વરસાદી સિસ્ટમ બની છે. જેથી છેલ્લા 24 કલાકથી રાજ્યના કેટલાક વિસ્તારમાં વરસાદ થઈ રહ્યો છે. જે અંતર્ગત છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં 93 તાલુકામાં મેઘમહેર થઈ છે.
મહત્ત્વનું છે કે ગઈકાલે સૌરાષ્ટ્ર અનમે મધ્ય ગુજરાતમાં ધોધમાર વરસસાદ વરસ્યો છે. વરસાદ પડતા લોકો ભારે હાલાકીમાં મુકાયા છે. ધંધા-રોજગાર પર જતા લોકોને ભારે અગવડતા પડી છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યના માત્ર 93 તાલુકામાં મેઘમહેર થઈ છે. જેમાં 2 તાલુકામાં 1 ઈંચથી વધુ વરસાદ થયો છે.
છેલ્લા 24 કલાકમાં ભાવનગર 1.97 ઇંચ વરસાદ, પ્રાંતિજ તાલુકામાં 1.38 ઇંચ વરસાદ, વાંસદા તાલુકામાં 0.83 ઇંચ) વરસાદ, માણસા તાલુકામાં 0.83 ઇંચ વરસાદ, લુણાવાડા તાલુકામાં 0.75 ઇંચ વરસાદ, કપડવંજ તાલુકામાં 0.71 ઇંચ વરસાદ, ડોલવણ તાલુકામાં 0.71 ઇંચ વરસાદ, ઘોઘા તાલુકામાં 0.67 ઇંચ વરસાદ, સંતરામપુર તાલુકામાં 0.63 ઇંચ વરસાદ. દેહગામ તાલુકામાં 0.55 ઇંચ વરસાદ નોંધાયો છે
(12:17 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
