<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 31st July 2025

ગુજરાત ઉર્જા એસ.સી.-એસ.ટી. એમ્‍પ્‍લોઇઝ એસો.ના હોદેદારો નવા સચિવાલયની મૂલાકાતે

: એસોસિએશનના પડતર પ્રશ્નો અંગે મૂખ્‍યમંત્રીને રજૂઆત

રાજકોટ, તા. ૩૧: ગુજરાત ઉર્જા SC/ST એમ્‍પ્‍લોઈઝ એસોસિએશનના હોદેદારોએ  સ્‍વરણિમ સંકુલ નવા સચિવાલય ખાતે ગુજરાત રાજ્‍યના માનનીય મુખ્‍યમંત્રી શ્રી ભુપેન્‍દ્રભાઈ પટેલ તથા મંત્રીશ્રીઓ શ્રી કનુભાઈ દેસાઈ, ઉર્જા મંત્રીશ્રી, શ્રીમતી ભાનુબેન બાબરીયા સામાજિક ન્‍યાય અને અધિકારિતા મંત્રીશ્રી, શ્રી કુબેરભાઈ ડીડોર, આદિજાતિ, શિક્ષણ મંત્રીશ્રી,  અને શ્રી બલવંતસિંહ રાજપૂત  ઉધોગ અને શ્રમ રોજગાર  મંત્રી સાથે  એસોશીએશન પ્રતિનિધિ મંડળે સૌહાર્દપૂર્ણ મુલાકાત લીધી હતી.

આ  મુલાકાત દરમ્‍યાન રાજ્‍યના મુખ્‍ય સચિવ, અધિક મુખ્‍ય સચિવ (ઉર્જા વિભાગ), અગ્ર સચિવ (આદિજાતિ વિકાસ વિભાગ) તેમજ ઉચ્‍ચ અધિકારીઓ પણ મુલાકાત કરી હતી. એસોસિએશનના હોદેદારોએ જુદા જુદા જિલ્લાઓથી પ્રતિનિધિ તરીક હાજરી આપી હતી જેમા ગીરીશ પરમાર (પ્રમુખ) રાજકોટ, અનિલ પરમાર (સેક્રેટરી જનરલ) મહેસાણા, મધુકરભાઈ મણવર (જનરલ સેક્રેટરી) વાકાનેર, J.M. પરમાર, કેશોદ મહેન્‍દ્ર ચાવડા જુનાગઢ (ઉપપ્રમુખ), M.K. ચાવડા (ખજાનચી) રાજકોટ, કિશોર બોરીચા કેશોદ, પ્રેમજીભાઈ મકવાણા, ડી.વી. ચાવડા, રમેશભાઈ મકવાણા,  નયન ચરપોટ, સુરેન્‍દ્રનગર વગેરે સાથે જોડાયા હતા.

મુલાકાત દરમિયાન એસોસિએશન તરફથી વિવિધ પડતર પ્રશ્નો અને નીતિગત માંગણીઓ રજૂ કરવામાં આવી હતી. મુખ્‍યમંત્રીશ્રીએ તાત્‍કાલિક પ્રશ્નોના નિરાકરણ માટે સૂચના આપી હતી.(૬.૧૬)

(3:41 PM IST)