<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 31st July 2025

સરદાર સરોવર નર્મદા ડેમની સપાટીમાં વધારો: 1.36 લાખ ક્યુસેક પાણી છોડવાની સંભાવના

ઉપરવાસમાં સતત વરસાદ અને ઓમકારેશ્વર ડેમમાંથી છોડવામાં આવી રહેલા પાણીને કારણે જળસપાટીમાં વધારો

અમદાવાદ : રાજ્યની જીવાદોરી સમાન નર્મદા ડેમની સપાટીમાં સતત વધારો થઇ રહ્યો છે સરદાર સરોવર ડેમમાંથી 1.36 લાખ ક્યુસેક પાણી છોડવાની સંભાવના છે ઉપરવાસમાં સતત વરસાદ અને ઓમકારેશ્વર ડેમમાંથી છોડવામાં આવી રહેલા પાણીને કારણે સરદાર સરોવર નર્મદા ડેમની સપાટીમાં વધારો થવાની સંભાવના છે, અને 31/07/2025 ના રોજ આશરે 1.36 લાખ ક્યુસેક પાણી નદીમાં છોડવામાં આવી શકે છે. આથી અસરગ્રસ્ત ગામોમાં તકેદારી રાખવા અને નદીના પટમાં અવરજવર ન કરવા જણાવવામાં આવ્યું છે.

(11:25 AM IST)