તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 31st July 2025
સુરતમાં QR કોડ આધારિત પાયલટ પ્રોજેક્ટ શરુ: AI મોડેલથી આરોગ્ય તપાસનો ડેટા એક્ત્ર કરાશે
શહેરના 1378 જેટલા ઘરના દરવાજા ઉપર કોડ લગાવીને પરિવારોના ડેટા એકત્રિત કરવાની કામગીરી શરૂ કરાઈ

સુરત પાલિકાના આરોગ્ય વિભાગે મચ્છરજન્ય રોગો પર કાબુ મેળવવા અને સ્વાસ્થ્ય સુવિધાઓને વધુ અસરકારક બનાવવા QR કોડ આધારિત પાયલટ પ્રોજેક્ટ શરૂ કર્યો છે. શહેરના 1378 જેટલા ઘરના દરવાજા ઉપર કોડ લગાવીને પરિવારોના ડેટા એકત્રિત કરવાનું કામ હાથ ધરવામાં આવ્યું છે. આ સાથે જ VBDC ના કર્મીઓએ QR કોડનું સ્કેનિંગ કરી મચ્છરોનાં ઉત્પત્તિ સ્થાનોનો સર્વે, બ્રીડિંગ નષ્ટ કર્યાની માહિતી પણ સબમિટ કરી હતી.
નાયબ આરોગ્ય અધિકારીએ જણાવ્યું કે, કર્મચારી QR કોડનું સ્કેનિંગ લોકેશન પર હાજર હશે ત્યારે જ કરી શકશે. કારણ કે તેમાં જીઓ ટેગ સુવિધા છે. આથી એડમિનિસ્ટ્રેશન પણ જાણી શકશે કે કયો કર્મચારી ક્યારે, ક્યાં અને કેટલી કામગીરી કરી રહ્યો છે. અડાજણમાં વાયરલ કે મચ્છરજન્ય રોગની સ્થિતિ પણ ચકાસવામાં આવી હતી. સર્વે દરમિયાન બ્રીડિંગ સ્થળોની તપાસ, પાણી ભરાવો નષ્ટ કર્યો વગેરે નોંધ પણ એપ્લિકેશનમાં ઉમેરી હતી.
વધુમાં જણાવ્યું કે, જ્યારે કોઈ વ્યક્તિના ડેટામાં બીમારીની નોંધ થાય છે ત્યારે રેપિડ રિસ્પોન્સ ટીમ દર્દીનો સંપર્ક કરીને જરૂરિયાત મુજબ દવા પણ પહોંચાડવામાં આવે છે. જે દર્દી આરોગ્ય કેન્દ્ર સુધી પહોંચવામાં સક્ષમ ન હોય તેના માટે ઘરે જ સારવાર આપવામાં આવશે. સમગ્ર ડેટાના આધારે વધુ કેસ નોંધાઇ રહ્યા છે? તેના મોનિટરિંગથી તાત્કાલિક અસરકારક પગલાં પણ લઈ શકાશે.
(11:21 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
