<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 29th July 2025

અમદાવાદમાં રોગચાળો વકર્યો: કન્સ્ટ્રક્શન સાઈડ પર ચેકીંગ કરીને નોટીસ ફટકારાઇ : ત્રણ જેટલી કન્સ્ટ્રક્શન સાઈડ સિલ

જુલાઈ મહિનામાં ઝાડા ઉલટીના 703 અને કમળાના 413 ટાઈફોડના 579 અને કોલેરાના 25 જેટલા કેસો નોંધાયા

અમદાવાદમાં ચોમાસાની સિઝનમાં રોગચાળો પણ વકર્યો છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત હોસ્પિટલોમાં પાણીજન્ય કેસ અને મચ્છરજન્ય કેસમાં વધારો જોવા મળ્યો છે. જુલાઈ મહિનામાં પાણીજન્ય કેસની વાત કરવામાં આવે તો ઝાડા ઉલટીના 703 અને કમળાના 413 ટાઈફોડના 579 અને કોલેરાના 25 જેટલા કેસો નોંધાયા છે.

 

આ સાથે જ કેટલીક જગ્યા ઉપર જે કન્સ્ટ્રક્શન સાઈડ છે ત્યાં પણ ચેકીંગ હાથ ધરવામાં આવ્યું છે જેમાં અલગ અલગ કન્સ્ટ્રકશન સાઈડ પર જ્યાં મચ્છરોના બ્રીડિંગ મળી આવ્યા છે તેવી કન્સ્ટ્રક્શન સાઈડને નોટિસ આપવામાં આવી છે, સાથે જ ત્રણ જેટલી કન્સ્ટ્રક્શન સાઈડ સિલ કરવામાં આવી છે, જેમાં વટવા ખાતે મંથન લેગાસી, સરસપુર ખાતે આવેલી મારુતિ કન્સ્ટ્રક્શન સાઇડ અને નિકોલ ખાતે ગોકુલધામ પરિસરને મચ્છરના બ્રિડિંગ મળી આવતા કન્સ્ટ્રક્શન સાઇડ સીલ કરવામાં આવી છે.

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા સાત ઝોનમાં કુલ 280 એકમોમાં ચેકિંગ કરવામાં આવ્યા, જેમાં 163 જેટલા એકમોને નોટિસ આપવામાં આવી અને ત્રણ એકમને સીલ કરવામાં આવ્યા. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા સાઇડ પર 5,50,500નો દંડ ફટકારવામાં આવ્યો છે.

(11:29 PM IST)