તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 29th July 2025
સુરતમાં સાયબર ફ્રોડનો 1550 કરોડનો કેસનો ભેદ ઉકેલાયો : ઉધના પોલીસ દ્વારા ખાનગી બેંકના 8 કર્મચારીઓની ધરપકડ
રૂપિયા સગેવગે કરવા વપરાયેલા આરબીએલ બેન્કના 89 એકાઉન્ટની તપાસમાં કર્મચારીઓની સંડોવણીનો ઘટસ્ફોટ: પુરતી ખાતરી તપાસ વિના કરંટ એકાઉન્ટ ખોલવા માટે 25 હજારથી 2.50 લાખ સુધી રૂપિયા અપાતા

સુરત : રાજ્યમાં સાયબર ફ્રોડના કેસો દિવસેને દિવસે વધી રહ્યા છે. ત્યારે સુરતમાં સાયબર ફ્રોડનો 1550 કરોડનો કેસનો ભેદ ઉકેલાયો છે. ઉધના પોલીસે ફોરેક્સ અને સાયબર ફ્રોડનો 1550 કરોડનો કેસનો પર્દાફાશ કરીને ખાનગી બેંકના 8 કર્મચારીઓની ધરપકડ કરવામાં આવી છે.
સાયબર ફ્રોડનો 1550 કરોડનો કેસમાં સૌ પ્રથમ વખત સાયબર ફ્રોડમાં બેંકના કર્મચારીઓની ધરપકડ કરવામાં આવી હતી. 1550 કરોડના સાયબર ફ્રોડમાં આરબીએલ બેન્કના 8 અધિકારીઓની ધરપકડ કરાઇ છે. રૂપિયા સગેવગે કરવા વપરાયેલા આરબીએલ બેન્કના 89 એકાઉન્ટની તપાસમાં કર્મચારીઓની સંડોવણીનો ઘટસ્ફોટ થયો છે. પુરતી ખાતરી તપાસ વિના કરંટ એકાઉન્ટ ખોલવા માટે 25 હજારથી 2.50 લાખ સુધી રૂપિયા અપાતા હોવાનું સામે આવ્યું છે.
સમગ્ર મામલે એરિયા હેડ અમિત ગુપ્તા, OSDM અરૂણ ઘોઘારી, નરેશ માનાણી, કલ્પેશ કથિરીયા, નેન્સી ગોટી, કલ્પેશ કાકડીયા, આશિષ ઘડીયા અને અનિલ જાનીની ધરપકડ કરવામાં આવી છે. RBL બેંકના 89 એકાઉન્ટમાંથી માત્ર 6 મહિનામાં 1,455 કરોડનાં ટ્રાન્ઝેક્શન થયાનું બહાર આવતા પોલીસ પણ ચોંકી ઉઠી હતી.
સાયબર ફ્રોડની ફરિયાદો મળતા પોલીસે એકાઉન્ટ ફ્રીઝ કરી દેવાતા બેંક એકાઉન્ટ ખોલવા કહો કે રિએક્ટિવ કરવામાં પણ આ નેન્સી ચાવીરૂપ ભૂમિકા ભજવતી હતી. ઉધના પોલીસે 28 મે, 2025ના રોજ ઉધના ત્રણ રસ્તા પાસેથી રાહુલ નામના યુવકને પકડ્યો હતો તેની પાસેથી કેટલાક શંકાસ્પદ ડોક્યુમેન્ટ અને સિક્કા મળ્યા હતા જેમાં આખું રેકેટ બહાર આવ્યું હતું. સાયબર ફ્રોડ મામલે પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.
(9:51 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
