તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 29th July 2025
વડોદરા ખાતે વીજબોર્ડની ૧૮મી ઇન્ટર કંપની બેડમિન્ટન ટુર્નામેન્ટઃ મહિલાઓમાં પીજીવીસીએલ વીજેતા

વડોદરા તા.૨૯: ગુજરાત ઊર્જા વિકાસ નિગમ લિમિટેડ (GUVNL) દ્વારા આયોજિત ૧૮મી ઇન્ટર કંપની બેડમિંટન ટૂર્નામેન્ટ વડોદરામાં સફળતાપૂર્વક સંપન્ન થઈ, રાજ્યની વીજ કંપનીઓના કુલ ૭૦થી વધુ ખેલાડીઓએ ટૂર્નામેન્ટમાં ઉત્સાહભેર ભાગ લીધો હતો. ત્રી-દિવસીય આ ટૂર્નામેન્ટ વડોદરાના અકોટા વિસ્તારમાં આવેલ વિદ્યુતનગર કોલોનીના મલ્ટીપર્પઝ અને રિક્રિએશનલ હોલમાં યોજાઈ હતી. ટૂર્નામેન્ટ દરમિયાન બેડમિંટનમાં પુરુષ અને મહિલા બંને કેટેગરીની સિંગલ્સ તથા ડબલ્સ મેચો રમવામાં આવી હતી.
વિજેતાઓની વિગતો આ મુજબ છેઃ મેન્સ સિંગલ્સઃ વિજેતા- જિનીશ પટેલ - (GSECL) રનર્સ અપ- દ્વિજ બારડ - (GETCO) જયારે મેન્સ ડબલ્સમાં વિજેતાઃ GETCO ખેલાડી- દ્વિજ બારડ અને શુભાંકર બ્રહ્મભટ્ટ, રનર્સ અપ- GUVNL, ખેલાડી- ઉજીત શુક્લ અને એચ.સી. પટેલ.
વુમેન્સ સિંગલ્સમાં વિજેતાઃ જ્યોતિ પંડ્યા - PGVCL રનર્સ અપઃ એસ.એસ. ખરાડી - UGVCL, વુમેન્સ ડબલ્સમાં વિજેતાઃ PGVCL, ખેલાડીઃ જ્યોતિ પંડ્યા અને વી.એસ. ત્રિવેદી, રનર્સ અપઃ- GETCO, ખેલાડીઃ કે.એલ. ચૌધરી અને સી.એસ. કાચેલા.
રવિવારે યોજાયેલા સમાપન સમારંભમાં શ્રી જે.ટી. રાય (GM – HR, GUVNL), શ્રી સૌરવ નંદી (GM – Finance, GUVNL), શ્રી એસ.વી. રાઠવા (AGM – HR, MGVCL) અને ડો. મનીષ પટેલ (સિનિયર મેડિકલ ઓફિસર)ની ઉપસ્થિતિમાં વિજેતાઓને ઇનામ વિતરણ કરવામાં આવ્યું હતું. આ ટૂર્નામેન્ટમાં GUVNL સહિત GETCO, GSECL, DGVCL, MGVCL, PGVCL અને UGVCL એમ કુલ ૭ વીજ કંપનીઓના ખેલાડીઓએ ભાગ લીધો હતો.
(3:35 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
