તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 28th July 2025
વલસાડ રેલવે કોલોની વિસ્તારમાં એક બાળકી સાથે દુષ્કર્મ કરવાનો પ્રયાસ : નરાધમ બાળકીનો સાવકો પિતા જ નીકળ્યો
સ્થાનિકે રેલવે પોલીસેને જાણ કરતા રેલવે પોલીસે તાત્કાલિક સ્થળ પર પહોંચી નરાધમ આરોપીની ધરપકડ કરી લીધી

વલસાડ તા.૨૮
વલસાડ રેલવે કોલોની વિસ્તારમાં એક બાળકી સાથે દુષ્કર્મ કરવાનો પ્રયાસ કરવાની ઘટના પ્રકાશમાં આવી છે. રેલવે કોલોની વિસ્તારમાં એક નરાધમ બાળકી સાથે દુષ્કર્મનો પ્રયાસ કરવા જતા સ્થાનિક વ્યક્તિની નજરે પડ્યો હતો. ત્યાર બાદ સ્થાનિકે રેલવે પોલીસેને જાણ કરી હતી. રેલવે પોલીસે તાત્કાલિક સ્થળ પર પહોંચી નરાધમ આરોપીની ધરપકડ કરી લીધી હતી.
રેલવે કોલોની વિસ્તારમાં એક બાળકી સાથે દુષ્કર્મની ઘટના બનતા બનતા રહી ગઈ છે. આ ઘટનામાં પોલીસે નરાધમની ધરપકડ કરી તપાસ હાથ ધરી હતી. તપાસમાં બાળકી પર દુષ્કર્મ કરનાર બાળકીનો સાવકો પિતા જ હોવાનો ખુલાસો થયો છે.
(5:12 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
