<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 28th July 2025

‘મહિમા મહાદેવનો' પ્રવચન શૃંખલામાં ભાવિકો ઉમટયાઃ ગુરૂમાના મુખે શિવલીલાનું રસપાન

આજે શ્રાવણનો પ્રથમ સોમવારઃ કાશીવિશ્વનાથની પ્રસાદીનો લાભ

આજે શ્રાવણ માસનો પહેલો સોમવાર હોવાથી આયોજકો દ્વારા જાહેર જનતાને પ્રવચનનો લાભ લેવા માટે હાર્દિક નિમંત્રણ પાઠવવામાં આવ્‍યું છે. ભાવિકજનોને વિનંતી કરવામાં આવી છે કે બેઠક વ્‍યવસ્‍થા મર્યાદિત હોવાથી સમયસર, સાંજે ૪:૩૦ વાગ્‍યા સુધીમાં પોતાની બેઠક ગ્રહણ કરી લેવી. ‘પ્રવેશ' વહેલા તે પહેલાના ધોરણેૅ આપવામાં આવશે. શનિવારે પ્રવચન પૂર્ણ થયા બાદ જ્‍યોર્તિલિંગ ત્ર્યંબકેશ્વરની પ્રસાદીનું વિતરણ કરવામાં આવ્‍યું હતું, જ્‍યારે રવિવારે સોમનાથ જ્‍યોર્તિલિંગની પ્રસાદી ભાવિકોને મળી હતી. આજે (સોમવારે) જ્‍યોર્તિલિંગ કાશીવિશ્વનાથ મહાદેવની પ્રસાદીનો લાભ ભક્‍તજનોને મળશે. આ પ્રવચન માળાના સફળ આયોજન માટે રોટરી ક્‍લબ ઓફ રાજકોટ ગ્રેટર, ફર્ન સત્‍વ રીસોર્ટ્‍સ અને કોટેચા પરિવાર ભારે જહેમત ઉઠાવી રહ્યા છે.(૩૭.૧૨)

રાજકોટ : રાજકોટના પ્રમુખ સ્‍વામી ઓડિટોરિયમ, રૈયા રોડ ખાતે રોટરી ક્‍લબ ઓફ રાજકોટ ગ્રેટર, હોટલ ફર્ન સત્‍વ રીસોર્ટ્‍સ અને કોટેચા પરિવાર દ્વારા આયોજિત ‘મહિમા મહાદેવનો' પ્રવચન માળા ભક્‍તિમય વાતાવરણથી ગુંજી ઉઠી છે. ૨૫ જુલાઈથી ૨૯ જુલાઈ દરમિયાન ચાલી રહેલી આ પ્રવચન શળંખલાના બીજા અને ત્રીજા દિવસે શિવજીની લીલાઓ સાંભળવા મોટી સંખ્‍યામાં ભાવિકો ઉમટી પડ્‍યા હતા.

વ્‍યાસપીઠ પર બિરાજમાન સમદર્શન આશ્રમ, ગાંધીનગરના પૂજ્‍ય ગુરુમા સમાનંદ સરસ્‍વતીજી પોતાની સૌમ્‍ય અને મધુર વાણીમાં મહાદેવના મહિમાનું ગાન કરી રહ્યા છે, જે શ્રવણ કરવું એક અદ્ભુત લ્‍હાવો છે.

ગુરુમાએ શિવજીની લીલાઓ વિશે વાત કરતા જણાવ્‍યું હતું કે ભગવાન શિવને ફક્‍ત એક જ વ્‍યસન છેઃ એમના ભક્‍તોનો ભય દૂર કરવાનું. એટલે જ મહાદેવને ભુવનભયભંગવ્‍યસની પણ કહેવાય છે.

ગુરુમાએ શિવજીની સાત સંપત્તિઓ - નંદી, ખટવાંગ, પરશુ, વાઘચર્મ, ભષ્‍મ, ફણિનમ (સર્પ) અને કપાલમ (ખોપડી) - વિશે પણ ખૂબ જ ઊંડી સમજ આપતા દરેકનું મહત્‍વ સમજાવ્‍યું હતું.

તેમણે રાવણની સકામ ભક્‍તિથી શિવજી કેવી રીતે પ્રસન્ન થયા, સમસ્‍ત સળષ્ટિની રક્ષા કાજે સમુદ્ર મંથનથી નીકળેલું ઝેર મહાદેવે પીધું અને નીલકંઠ કેવી રીતે કહેવાયા, તેમજ ગંગાજીનું પળથ્‍વી પર અવતરણ કેવી રીતે થયું - તે તમામ કથાઓ પોતાની ભાવવાહી શૈલીમાં રસપ્રદ રીતે વર્ણવી.

પ્રવચન દરમિયાન ગુરુમાએ સજ્જન, સંતો અને મહાત્‍માઓની નિંદા કરવાને મોટું પાપ ગણાવ્‍યું હતું, જેનાથી જીવનમાં દુઃખ -ાપ્ત થાય છે. તેમણે ઈશ્વરના વિરાટ સ્‍વરૂપનું ચિંતન કરવાથી જીવનો અહંકાર દૂર થાય છે તેમ પણ જણાવ્‍યું હતું.

મહાનુભાવો અને સંતોની ઉપસ્‍થિતિ

‘મહિમા મહાદેવનો' પ્રવચન માળામાં રાજકોટ તથા સૌરાષ્‍ટ્રમાંથી અનેક મહાનુભાવો અને સાધુ-સંતોએ કથા શ્રવણનો લાભ લીધો. સમદર્શન આશ્રમ, ગોંડલના સ્‍વામી શુભાત્‍માનંદ સરસ્‍વતીજી અને જામનગરથી સ્‍વામી અનુભવાનંદજી ખાસ ઉપસ્‍થિત રહ્યા હતા. ભાજપના પ્રદેશ ઉપાધ્‍યક્ષ શ્રી ભરતભાઈ બોઘરા, પંચનાથ મહાદેવ મંદિરના ટ્રસ્‍ટી અને રાજકોટ મહાનગરપાલિકાના કોર્પોરેટર શ્રી દેવાંગ માંકડ, જાણીતા બિલ્‍ડર શ્રી મુકેશભાઈ શેઠ, દર્શનભાઈ કારીયા, રમેશભાઈ ઠક્કર, ડો. રાજેન્‍દ્ર ત્રિવેદી, રાજકોટની અન્‍ય રોટરી ક્‍લબના પ્રેસિડેન્‍ટ, સેક્રેટરી તથા રોટેરિયન સહિત મોટી સંખ્‍યામાં ભાવિકો ઉપસ્‍થિત રહી ધન્‍યતા અનુભવી હતી.

(4:29 PM IST)