<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 28th July 2025

શિવરામસિંહ ચુડાસમાને બેંગકોક ખાતે બેસ્‍ટ એન્‍કરનો ગોરવવંતો ‘ગોલ્‍ડ એવોર્ડ'

દેશ-વિદેશમાં બે હજારથી વધુ ઇવેન્‍ટસનું એન્‍કરીંગ કરનાર રાજકોટના : ઉદયપુરના લક્ષ્યરાજસિંહ મેવાડ, જાણીતા કલાકારો નુસરત ભરૂચા, અર્જુન કપુર, અદનાન સામી, દેવર્ષી શાહ સહિતનાની હાજરી

રાજકોટ, તા. ર૬ : બેંગકોક ખાતે તાજેતરમાં મેનેજમેન્‍ટ ફેડરેશન ગ્‍લોબલ (EMF) દ્વારા આયોજિત ગ્રાન્‍ડ એવોર્ડ સેરેમનીમાં રાજકોટના જાણીતા એન્‍કર અને વર્સેટાઈલ પર્ફોર્મર શિવરામસિંહ ચુડાસમાને બેસ્‍ટ એન્‍કરીંગ ક્ષેત્રે ‘બેસ્‍ટ એમસી ઓફ ધ યર ૨૦૨૫ - ગોલ્‍ડ વિજેતા' તરીકે સન્‍માનિત કરવામાં આવ્‍યા હતા.

આ ઇવેન્‍ટમાં અનેક દેશો અને શહેરોના ટોચના ઇવેન્‍ટ આર્ટિસ્‍ટ્‍સ અને મેનેજર્સ હાજર રહ્યા હતા. જેમાં ઉદયપુરના લક્ષ્યરાજસિંહ મેવાડ, જાણીતા કલાકારો નુસરત ભરૂચા, અર્જુન કપુર, અદનાન સામી, દેવર્ષી શાહ સહિતની સેલીબ્રીટીઝ હાજર રહી હતી. શિવરામસિંહે પોતાની પન્‍યભાષી ભાષા કુશળતા (ગુજરાતી, હિન્‍દી, અંગ્રેજી,સંસ્‍કળત અને ઉર્દુ), થિયેટ્રિકલ શૈલી, શાષાોક્‍ત જ્ઞાન, આધ્‍યાત્‍મિક ઊંડાણ, વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણ, સાહિત્‍યિક ઊંડાણ, કવિતા અને ગઝલથી શણગારેલી પ્રસ્‍તુતિ,પ્રત્‍યેક પ્રોગ્રામ માટે કસ્‍ટમાઇઝ્‍ડ કન્‍ટેન્‍ટ અને ઇમોશનલ કનેક્‍ટના આધારે એક અનોખું સ્‍થાન મેળવ્‍યું છે.

તેમણે અત્‍યાર સુધીમાં ૨૦૦૦થી વધુ ઇવેન્‍ટ્‍સનું સફળ એન્‍કરિંગ કર્યું છે, જેમાં વેડિંગ્‍સ, G20 સમિટ, India-Australia ODI, India-Sri Lanka T20 મેચ, કોર્પોરેટ ગેધરિંગ્‍સ, કલ્‍ચરલ શોઝ અને લીડરશિપ એકેડેમી સત્રોનો સમાવેશ થાય છે. તેઓ ૧૫૦૦થી વધુ કોમર્શિયલ્‍સ અને ડોકયુમેન્‍ટરીઝ માટે અવાજ આપી ચુકયા છે.

શિવરામસિંહ ચુડાસમાએ સૌરાષ્‍ટ્રની સોડમ પ્રસરાવતા દુહા અને છંદોથી થાઈલેન્‍ડની ભૂમિ પર ગુજરાતી ભાષાની મહિમા અને અસ્‍મિતા નું ગુણગાન ગાતાં, ૧૫-૨૦ મિનિટના પરફોર્મન્‍સમાં એક ઉત્‍સવનું વાતાવરણ ઉભું કરી દીધું હતું. સૌરાષ્‍ટ્રના સુપ્રસિદ્ધ ગાયક દેવ ભટ્ટ સાથે જુગલબંધી કરતાં ગરબાનો રસ પીરસ્‍તા, દુહા-છંદ અને સપાકરા વડે  શિવરામસિંહે લોકોએ મંત્રમુગ્‍ધ કરી દીધા હતા. ગૌરવવંતો ગોલ્‍ડ એવોર્ડ મેળવવા બદલ તેઓ ઉપર મો. નં. ૯૪ર૭પ ૦પ૯૬પ ઉપર શુભેચ્‍છાનો ધોધ વરસી રહયો છે. (૯.૧૭)

(11:55 AM IST)