<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 27th July 2025

રાજ્યમાં આગામી 3 કલાકમાં અનેક જિલ્લાઓમાં ભારે વરસાદ ખાબકશે :હવામાન વિભાગનું નાવ કાસ્ટ જાહેર

અમદાવાદ. ગાંધીનગર સહિત ઉત્તર-મધ્ય ગુજરાતમાં રેડ એલર્ટ : સૌરાષ્ટ્ર સહિત દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ: જામનગર, દ્વારકા, પોરબંદર, જુનાગઢ, ગીર સોમનાથ, દીવમાં યલો એલર્ટ

અમદાવાદ : સમગ્ર રાજ્યમાં સાર્વત્રિક મેઘમહેર જોવા મળી રહ્યો છે. ગુજરાતમાં અમદાવાદ, બનાસકાંઠા, ખેડા, આણંદ સહિતના વિસ્તારોમાં આજે  અતિભારે વરસાદ ખાબક્યો છે. જે અંતર્ગત આજે રવિવારે સવારે 6 વાગ્યાથી સાંજે 6 વાગ્યા સુધીમાં રાજ્યમાં સૌથી વધુ અમદાવાદના દસક્રોઈ તાલુકામાં 10 ઇંચ જેટલો વરસાદ વરસ્યો છે. જ્યારે ખેડાના નડિયાદ અને મહેમદાવાદ તાલુકામાં 8-8 ઇંચ કરતાં વધુ વરસાદ નોંધાયો છે. તેવામાં હવે હવામાન વિભાગનું નાવ કાસ્ટ જાહેર કર્યું છે. રાજ્યમાં આગામી 3 કલાકમાં ભારે મધ્યમ અને હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે.

 

હવામાન વિભાગે નાવ કાસ્ટ જાહેર કર્યું છે. આગામી 3 કલાકમાં ભારે મધ્યમ અને હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે.સાંજે 7 વાગ્યાથી આગામી 3 કલાક સુધી વરસાદની આગાહી કરાઇ છે. અમદાવાદ , ગાંધીનગર, સાબરકાંઠા, અરવલ્લી, બનાસકાંઠા, પાટણ, મહેસાણા, આણંદ, સુરેન્દ્રનગર, ખેડા જિલ્લાઓમાં રેડ એલર્ટ સાથે ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. વડોદરા, મહીસાગર, પંચમહાલ, દાહોદ, છોટાઉદેપુર, ભાવનગર, અમરેલી, મોરબી, રાજકોટ, બોટાદ, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, ડાંગ, નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલી, કચ્છ જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ સાથે ભારે વરસાદની આગાહી છે. જામનગર, દેવભૂમિ દ્વારકા, પોરબંદર, જુનાગઢ, ગીર સોમનાથ, દીવ સહિતના જિલ્લાઓમાં યલો એલર્ટ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે.

(8:10 PM IST)