<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 27th July 2025

આખરે માંગણી સંતોષાઈ : વલસાડ રેલવે સ્ટેશન પર વંદે ભારત ટ્રેનને સ્ટોપેજ મળ્યું

વલસાડથી આ ટ્રેનને સાંસદ ધવલ પટેલ અને અન્ય અગ્રણીઓએ લીલી ઝન્ડી આપી પ્રસ્થાન કરાવ્યું

વલસાડ રેલવે સ્ટેશન પર વંદે ભારત ટ્રેનને સ્ટોપેજ મળ્યું છે. વલસાડ જિલ્લાની માંગ આખરે  સંતોષાઈ છે. મળતી માહિતી મુજબ, આજે પ્રથમ વખત વંદે ભારત ટ્રેનને વલસાડ રેલવે સ્ટેશન પર સ્ટોપેજ મળ્યું છે. વલસાડ-ડાંગના સાંસદ ધવલ પટેલ સહિત ભાજપના અગ્રણીઓ અને કાર્યકર્તાઓએ ટ્રેનનું સ્વાગત કરી અને ત્યારબાદ વલસાડથી આ ટ્રેનને સાંસદ ધવલ પટેલ અને અન્ય અગ્રણીઓએ લીલી ઝન્ડી  આપી પ્રસ્થાન કરાવ્યું હતું .  

 

મુંબઈથી અમદાવાદ સુધી દોડતી વંદે ભારત ટ્રેન અમદાવાદથી મુંબઈ સુધી તમામ જિલ્લાઓમાં માત્ર એક જ સ્ટેશન પર થોભે  છે. પરંતુ હવેથી વલસાડ જિલ્લામાં વંદે ભારત બે સ્ટેશન પર થોભસે..અત્યાર સુધી માત્ર વાપી સ્ટેશન પર જ વંદે ભારત ટ્રેન થોભતી હતી. પરંતુ હવે વલસાડ રેલ્વે સ્ટેશન પર પણ આ ટ્રેન થોભસે. વલસાડ થી મુંબઈ તરફ જતા અને વલસાડ થી અમદાવાદ ગાંધીનગર તરફ જતા યાત્રીઓને મોટી સગવડ થશે.

 

મહત્વપૂર્ણ છે કે જ્યારથી વંદે ભારત ટ્રેનની શરૂઆત થઈ ત્યારથી જ રેલવે સ્ટેશન પર વંદે ભારત ટ્રેનને સ્ટોપેજ મળે તેવી જિલ્લાના સંગઠો રાજકીય અને સામાજિક અગ્રણીઓ દ્વારા માંગો થઈ  રહી હતી .આખરે લોકસભાના દંડક અને વલસાડ ડાંગ ના સાંસદ ધવલ પટેલ એ પણ આ મામલે લોકસભામાં પણ રજૂઆતો કરી હતી.સાથે  રેલવે મંત્રાલય અને રેલવે મંત્રીને પણ મળી આ માગ રજૂ કરી હતી. આખરે આ માંગ સંતોષાઇ છે.. આજે સૌ પ્રથમ વખત વલસાડ સ્ટેશન પર વંદે ભારત ટ્રેન થોભી હતી. આથી ધવલ પટેલે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવ નો આભાર માન્યો હતો.

(7:49 PM IST)