<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 27th July 2025

અમદાવાદ સહિત ઉત્તર-મધ્ય ગુજરાતમાં મુશળધાર વરસાદ : જળબંબાકારની સ્થિતિ :અનેક જળાશયો છલકાયા: નદીઓ બે કાંઠે

અસલાલી-હાથીજણ હાઈવે પર પણ વરસાદી પાણી ભરાયા: હાઈવેના આસપાસના ખેતરો બેટમાં ફેરવાયા.: સિદ્ધપુરમાં ભારે વરસાદથી સ્થિતિ વણસી: 75 લોકોનું સ્થળાંતરણ: ધાનેરા ત્રણ રસ્તા, આશાપુરા સોસાયટીમાં પાણી ભરાયા

સૌરાષ્ટ્ર સહિત ઉત્તર-દક્ષિણ અને મધ્ય ગુજરાતમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. રાજ્યમાં હવે મેઘરાજા ધડબડાટી બોલાવી રહ્યા છે. અમદાવાદ, ગાંધીનગર, બનાસકાંઠા, અરવલ્લી, ખેડા સહિત અનેક જિલ્લાઓમાં ગાજવીજ સાથે વરસાદ વરસી રહ્યો છે. ભારે વરસાદ ખાબકતા નીચાણવાળા વિસ્તારોમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઇ છે. રાજ્યના અનેક જળાશયો છલકાયા છે. હજુ આગામી 7 દિવસ રાજમાં ધોધમાર વરસાદની આગાહી કરવામાં આવી છે. 

અમદાવાદના દસક્રોઈમાં આભ ફાટ્યા જેવી સ્થિતિનું નિર્માણ પામી છે.  મેઘરાજાએ દસક્રોઇમાં દે ધનાધન ઇનિંગ રમી હોય તેવો ઘાટ ઘડાયો છે.  માત્ર 8 કલાકમાં 10 ઇંચ જેટલો વરસાદ ખાબકી જતા સર્વત્ર જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે. જ્યાં જુઓ ત્યાં બસ પાણી જ પાણી જોવા મળી રહ્યું છે. ભારે વરસાદને પગલે SP રિંગરોડથી લાંભા ગામ તરફનો રસ્તો જળમગ્ન બન્યો. તો અસલાલી-હાથીજણ હાઈવે પર પણ વરસાદી પાણી ભરાયા. તો હાઈવેના આસપાસના ખેતરો બેટમાં ફેરવાયા. આ તરફ લાંભા તરફ જતા માર્ગ પર બોલેરો કાર ફસાઇ.  હાઇવે પર પાણી ભરાતા અનેક વાહનો ખોટવાયા. માત્ર હાઇવે પર જ નહીં, પરંતુ રસ્તા પર પાર્ક કરેલા ટ્રકો પણ પાણીમાં ગરકાવ થયા.

પાટણના સિદ્ધપુરમાં ભારે વરસાદથી સ્થિતિ વણસી, 75 લોકોનું સ્થળાંતરણ કરવામાં આવ્યું છે. ઋષિ તળાવ વિસ્તારમાંથી લોકોનું સ્થળાંતરણ કરાયું, પાણી ભરાતા લોકોને સેલ્ટર હોમમાં શિફ્ટ કરાયા, અલગ-અલગ વિસ્તારમાંથી 75 લોકોનું સ્થળાંતરણ, મંત્રી બળવંતસિંહ રાજપૂતે આશ્રિતોની લીધી મુલાકાત, રહેવા, જમવાની, પિવાના પાણીની વ્યવસ્થા કરાઇ.

 

વડોદરાના ડેસર તાલુકામાં મેઘમહેર, બપોરે 3 વાગ્યા સુધીમાં 4 ઈંચથી વધુ વરસાદ, સ્પોર્ટ્સ યુનિવર્સિટીના ગેટ પર ઘૂંટણસમા પાણી, ડેસર ગામના તળાવમાં મગર દેખાતા ફફડાટ, છાલીયેર, નવા સિહોરા, વરસડામાં વરસાદ,પાન્ડુ, સાઢાસાલ સહીત સમગ્ર તાલુકામાં વરસાદ.

 

થરાદ શહેરમાં દોઢ ઈંચ વરસાદમાં પાણી ભરાયા, ધાનેરા ત્રણ રસ્તા, આશાપુરા સોસાયટીમાં પાણી ભરાયા, સુંઘલનગર, બસ સ્ટેશન વિસ્તારમાં પાણી ભરાયા, રસ્તાઓ પર પાણી ફરી વળતા લોકોને હાલાકી, હાઇવેનું પાણી શહેરમાં ઘુસતું હોવાથી હાલાકી, પાણીના યોગ્ય નિકાલ માટે સ્થાનિકોની માગ. 

 

નર્મદા ડેમમાં પાણીની આવકમાં વધારો થશે, મધ્યપ્રદેશના બે ડેમ ઓવરફ્લો થયા, ઇન્દિરાસાગર અને ઓમકારેશ્વર ડેમ ઓવરફ્લો, ઇન્દિરાસાગર ડેમના 10 દરવાજા ખોલાયા, ઓમકારેશ્વર ડેમના 9 દરવાજા ખોલાયા, ઇન્દિરાસાગરમાંથી 1,21,100 ક્યુસેક પાણી છોડાયું, ઓમકારેશ્વર ડેમમાંથી 1,22,850 ક્યુસેક પાણી છોડાયું, નર્મદા ડેમના કેચમેન્ટ વિસ્તારમાં એલર્ટ અપાયું, 131 મીટરે સપાટી પહોંચ્યા બાદ દરવાજા ખોલાશે.

 

સાડા પાંચ ઈંચ વરસાદથી નદી બે કાંઠે, નીચાણવાળા વિસ્તારોમાં ભરાયા પાણી, નદીમાં નવાનીરની આવકથી ખેડૂતો ખુશ, નદી કાંઠે ન જવા તંત્રની અપીલ. 

 

ભિલોડાની મેશ્વો નદી પ્રથમ વખત વહેતી થઇ, ભિલોડા-મોડાસાના ગામોને એલર્ટ કરાયા, નદીકાંઠાના 30 ગામોને એલર્ટ કરાયા, નદી કિનારે લોકોને ન જવા માટે અપીલ.

કલેસર, પથાવત, આમસરણ ગામમાં વરસાદ, રાસ્કા, હિરાપુર, રોહીસા, મહીજ ગામમાં વરસાદ, કનીજ, જીંજર, દાજીપુરા, મોદજ ગામમાં વરસાદ, સણસોલી, માંકવા, વાંઠવાડી, નેનપુરમાં વરસાદ, કાલેસરનું પથાવત ગામ પાણીમાં ગરકાવ થયા છે 

વરસાદને પગલે ગ્રામીણ વિસ્તારમાં જીવન અસ્તવ્યસ્ત, બાઇવાડા ગામે પાણી ભરાતા લોકો મુશ્કેેલીમાં મુકાયા, ડાવસ ગામ રોડ પર નદીઓ વહેતી હોય તેવી સ્થિતિ, ખેતરોમાં જવાના રસ્તા પર નદીઓ વહેતી થઇ, 50થી વધુ પરિવારોની અવર-જવર બંધ થઇ.

(7:49 PM IST)