તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 24th July 2025
નર્મદા જિલ્લા ઇન્ડિયન રેડ કરોડ સોસાયટી દ્વારા CSR એક્ટિવિટી હેઠળ રક્તદાન કેમ્પ યોજાયો

( ભરત શાહ દ્વારા ) નર્મદા: ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટી નર્મદા જિલ્લા શાખા દ્વારા ચેરપર્સન ડૉ. દર્શનાબેન દેશમુખના માર્ગદર્શન અને સૂચન અનુસાર હોટેલ ફોર્ચ્યુન, એકતા નગર કેવડિયા ખાતે CSR એક્ટિવિટી હેઠળ રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું. આ કેમ્પ માં હોટેલ સ્ટાફ તેમજ આસપાસ ગામડાના ગ્રામજનો એ ઉત્સાહપૂર્વક ભાગ લીધો લીધો જેમાં મોટી સંખ્યામાં દાતાઓએ સ્વેચ્છાએ રક્તદાન કરીને માનવતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું હતું. આ કેમ્પમાં એકત્રિત થયેલું રક્ત જરૂરિયાતમંદ દર્દીઓના જીવન બચાવવા માટે ઉપયોગી થશે
આ કેમ્પ માં ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટી, નર્મદા જિલ્લા શાખાના વાઇસ ચેરમેન દેવેન્દ્રસિંહ પરમાર ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને રક્તદાતાઓને પ્રમાણપત્ર આપી તેમનું પ્રોત્સાહન વધાર્યું હતું.
(10:13 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
