તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 24th July 2025
નર્મદા જિલ્લાના દેડિયાપાડા તાલુકમાં બનેલી ઘટનામાં કોર્ટે બે આરોપીઓને ફટકારી આજીવન કેદની સજા

( ભરત શાહ દ્વારા ) નર્મદા : મળતી માહિતી મુજબ (૧) પ્રિતેશભાઇ નવલભાઈ વસાવા (રહે.કોલીવાડા (બોગજ), નિશાળ ફળીયું, તા.દેડીયાપાડા જી.નર્મદા) તેમજ (૨) અંકિતભાઈ નરપતભાઈ વસાવા (રહે. કોલીવાડા(બોગજ) નિશાળ ફળીયું, તા.દેડીયાપાડા જી.નર્મદા ) નાઓ એ તા. ૨૭/૦૬/૨૦૨૩ના રોજ ફરીયાદીના નાના ભાઈ પારસીંગ ટેડીયાભાઈ વસાવા ના ઘરે કોલીવાડા(બોગજ) ગામે ગયા હતા. તે વખતે આરોપીઓ એ પારસિંગ વસાવા પાસે દારૂ પીવા માટે ૧૦૦ રૂપીયાની માંગણી કરતા તેમણે રૂપિયા આપવાની ના પાડતા અંકિતભાઈ નરપતભાઈ વસાવા એ ઘરમાં પડેલ લાકડાના હાથ બનાવટના બેટ વડે મારી તથા પ્રિતેશભાઇ નવલભાઈ વસાવા એ અંકિતભાઈ નરપતભાઈ વસાવાનાઓ પાસેથી બેટ લઇ બેટ મારી ગંભીર અને જીવલેણ ઇજાઓ પહોંચાડેલ જેથી તેમના પિતાજી મરનાર લક્ષ્મણભાઈ પારસીંગભાઈ વસાવા નાઓ વધુ મારમાંથી બચાવવા સારૂ વચ્ચે પડતા આરોપીઓ એ મરનાર ને ક્રીકેટ રમવાના લાકડાના બેટથી માર મારી ગંભીર ઇજા પહોંચાડી અને સારવાર દરમ્યાન દેડીયાપાડા સરકારી દવાખાના ખાતે તેમનું મોત થયું હતું.
ત્યારબાદ આ કેસ રાજપીપળાની પ્રિન્સી. ડિસ્ટ્રીકટ એન્ડ સેસન્સ જજ આર.ટી. પંચાલ સાહેબની કોર્ટમાં ચાલી ગયો હતો. જેમાં ફરીયાદી તર્ફે જીલ્લા સરકારી વકીલ જીતેંદ્રસિંહ જે. ગોહીલ નાઓએ ફરીયાદીપક્ષે ધારદાર દલીલો રજૂ કરતા નામદાર કોર્ટે આ પુરાવાઓને ધ્યાનમાં રાખી આરોપીઓને ઈ.પી.કોડ કલમ- ૩૦૨,૩૦૭,૪૫૨, ૪૪૯,૧૧૪ તથા ગુજરાત(બોમ્બે) પોલીસ એક્ટ ની કલમ ૧૩૫ ના ગુના સબબ આજીવન કેદ તથા ઈ.પી.કો. કલમ ૩૦૨હેઠળ રૂ.૧૦,૦૦૦ દંડ, તથા ઈ.પી.કો. કલમ ૩૦૭ હેઠળ રૂ.૫૦૦૦ દંડની સજાનો હુકમ કર્યો છે.
(10:05 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
