તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 24th July 2025
દિલીપ સંઘાણી કોંગ્રેસની ચિંતા ના કરે, ભાજપના પ્રદેશ પ્રમુખ સત્વરે નીમાય તેની ચિંતા કરે: તુષાર ચૌધરીનો વળતો પ્રહાર
દિલીપ સંઘાણીને ભાજપમાં કોઈ પુછતુ નથી તેથી લાઈમલાઈટમાં રહેવા માટે અવારનવાર વિવાદાસ્પદ નિવેદનો કરે છે.

અમદાવાદ : ગુજરાત કોંગ્રેસના નવા પ્રદેશ પ્રમુખને લઈને ભાજપના નેતા દિલીપ સંઘાણીએ કરેલ નિવેદનનો જવાબ આપતા, વિધાનસભા કોંગ્રેસ પક્ષના નેતા તુષાર ચૌધરીએ કહ્યું કે, અમારી ચિંતા કરવાનુ છોડીને તેમના પક્ષની ચિંતા કરે. ત્યાં હજુ સુધી પ્રદેશ પ્રમુખ પણ પસંદ થયા નથી. તુષાર ચૌધરીએ રાજકીય ચૂંટલી ખણતા કહ્યું કે, દિલીપ સંઘાણીને ભાજપમાં કોઈ પુછતુ નથી તેથી લાઈમલાઈટમાં રહેવા માટે અવારનવાર વિવાદાસ્પદ નિવેદનો કરે છે. સહકારી ક્ષેત્રે દિલીપ સંઘાણીને હવે ભાજપનું સમર્થન મળતુ નથી, તેથી હવાતીયા મારી રહ્યાં છે
(7:27 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
