તા. ૫ ઓક્ટોબર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ ભાદરવા વદ – ૧૦ સોમવાર
News of Thursday, 24th July 2025
ભરૂચ જીલ્લાના મનરેગા યોજનાના કૌભાંડમાં ર ટેકનીકલ આસિસ્ટન્ટ અને ર ટીડીઅોની ધરપકડ
મજુરીની ચુકવણા-દસ્તાવેજા સાથે ચેડા સહિતના ગુન્હા દાખલ

ભરૂચ તા.ર૪ઃ ભરૂચ જિલ્લાના મનરેગા યોજના હેઠળ થયેલા કથિત ભ્રષ્ટાચારના કૌભાંડમાં લ્ત્વ્ દ્વારા વધુ ચાર આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. ધરપકડમાં બે ટેકનિકલ આસિસ્ટન્ટ અને બે ટાઉન ડેવલપમેન્ટ ઓફિસરો (ટીડીઓ)નો સમાવેશ થાય છે.
ધરપકડ કરાયેલામાં ટેકનિકલ આસિસ્ટન્ટ સોયેબ મહંમદ યુસુફ અને હરેન્દ્રસિંહ પરમારના નામ સામે આવ્યા છે. આ સાથે જ નિવૃત્ત ટીડીઓ મહેશ પરમાર તથા હાલ નેત્રંગમાં કાર્યરત ટીડીઓ મહંમદ સહલ ઈસ્માઈલ પટેલની પણ ધરપકડ કરવામાં આવી છે.
પોલીસ સૂત્રો અનુસાર, આ વ્યક્તિઓ મનરેગા હેઠળ કામ ફાળવવામાં થયેલી ગેરરીતિ, મજૂરીના ચુકવણાં અને કામની યોગ્યતા અંગેના દસ્તાવેજોમાં ચેડાં કરવા જેવા ગેરકાયદેસર કાર્યોમાં સંડોવાયેલા હોવાનું માનવામાં આવી રહ્નાં છે. આ અગાઉ પણ આ કૌભાંડમાં છ લોકોની ધરપકડ થઈ હતી. લ્ત્વ્ દ્વારા ચાલતી કાર્યવાહીને પગલે વધુ ધરપકડ થવાની શક્યતા વ્યક્ત થઈ રહી છે.
(5:21 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
