તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 24th July 2025
ગંભીરા ઈફેક્ટઃ રાજ્યના ઔદ્યોગિક એકમોને પડતી આર્થિક અસર શરૂ
રસ્તાઓ બિસમાર થતાં ટ્રાન્સપોર્ટ સેકટરની હાલત કફોડી :માલની હેરફેરમાં વિલંબ, બળતણ સહિતના ખર્ચ વધ્યાં, વળતર ઘટયું ઉદ્યોગો માટે લોજિસ્ટિક મેનેજમેન્ટ કપરૂ બન્યું, ઇન્વેન્ટરી જાળવી રાખવા પ્રયાસ

વડોદરા તા.૨૪: રાજયમાં ૯મી જૂલાઈ રોજ વડોદરા જિલ્લાના પાદરા તાલુકાને આણંદ જિલ્લા સાથે જોડતા ગંભીરા બિજનો એક ગાળો તૂટી જવાની દુર્ઘટના બાદ રાજ્યના નાના મોટા સહિત ૬૮૦૦ બ્રિજમાંથી ૧૫૮ બ્રિજને હાલ બંધ કરી કાર્યવાહી થઈ છે, જેના પગલે ઔદ્યોગિક ક્ષેત્રે અગ્રેસર ગુજરાતના અર્થતંત્રને હવે ધીરે ધીરે તેની અસરો પડવાનું શરૂ થયું છે. બીજા તરફ નેશનલ હાઇવે ૪૮ કે જે દેશમાં સૌથી વ્યસ્ત નેશનલ હાઈવે છે તેની ઉપર પણ વ્યવહારને અસર પડી છે. ચોમાસામાં ભારે વરસાદના પગલે માર્ગો ઉપર ખાડા પડતાં બિસમાર સ્થિતિ જોવા મળે છે.વાહન વ્યવહારને તેની સીધી અસર પડી છે, જેના પગલે મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં દહેજ,પાનોલી, અંકલેશ્વર, વાપી,સુરત, સેલવાસ, નંદેસરી, વાઘોડિયા, પાદરાના ઔદ્યોગિક એકમોને અસર પડી છે.સૌરાષ્ટ્રમાં ભાવનગર, રાજકોટ, ઉત્તર ગુજરાતમાં અમદાવાદ, મહેસાણાના
ઔદ્યોગિક એકમોને અસર પડી રહી છે. સરકારે સાવચેતીના પગલાં રૂપે લીધેલાં નિર્ણયોના પગલે પણ ઔદ્યોગિક ક્ષેત્રે ઉત્પાદન વિલંબથી થઇ રહ્યું છે. ઇન્વેન્ટરીને અસર પડી છે. ઉદ્યોગોને લોજિસ્ટિક મેનેજમેન્ટ માટે ખાસ કાર્યવાહી કરવાની ફરજ પડી છે. ઈન્વેન્ટરી જાળવી રાખવા પણ પ્રવાસ થઈ રહ્યો છે.
આગામી દિવાળીના તહેવારો પહેલાં ટ્રાન્સપોર્ટેશનની સ્થિતિમાં ખાસ કોઈ ફરક પડે તેમ નથી તેવા સંજોગોમાં તમામ વર્ગને આર્થિક અસર પડશે. વડોદરાથી જ મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ સહિતના અન્ય રાજયોમાં માલસામાનની હેરફેરનો ખર્ચ વધી જવા પામ્યો છે. મોટી કંપનીઓના ટ્રાન્સપોર્ટ કોન્ટ્રાકટરો તાત્કાલિક ભાવ વધારો માંગી શકે તેમ નથી. ટ્રાન્સપોર્ટ ખર્ચ વધી ગયો છે. માલની હેરફેરનો સમય પણ વધી જવા પામ્યો છે. વડોદરા નજીક જાંબુવા અને બામણગામ પાસે પણ વારંવાર ટ્રાફિક જામના દ્રશ્યો જોવા મળી રહ્યા છે. નેશનલ હાઈ વે ઓથોરિટી દ્વારા આ બંને સ્થળના બિજ ચાર લેનમાંથી છ લેન માં કરવાની કાર્યવાહી મંથરગતિએ ચાલતી હોવાના કારણે સમસ્યા સર્જાય છે. ભરૂચ, પાનોલી, અંકલેશ્વર, દહેજ, વાપીની કેટલીક કંપનીઓમાં કોસ્ટિક સોડા અને અન્ય કેમિકલ માટે મીઠાનો પુરવઠો મહત્વનો ગણાય છે. ગંભીરા બિજ સૌરાષ્ટ્રના મીઠાની હેરફેર માટે મહત્વનો હતો.
અમદાવાદથી એક ટૂંક મુંબઈ જાય તો સામાન્ય પરિસ્થિતિમાં ૧૫ કલાકથી ૧૮ કલાકમાં પહોંચી જતી હતી. હાલની પરિરિસ્થતિમાં એક ટ્રક ૩૦ કલાકથી ૪૮ કલાકમાં મુંબઈ પહોંચે છે. બોજિસ્ટિક ખર્ચ પણ એક ફેરાનો રૂા.૪૦૦૦થી રૂા.૬૦૦૦ વધી જવા પામ્યો હોવાની ફરિયાદ ટ્રાન્સપોર્ટરો કરી રહ્યા છે. આવી જ રીતે મહારાષ્ટ્ર અને ભારતમાંથી આવતા માલસામાનની હેરફેરમાં પણ વિલંબ થઇ રહ્યો છે.(૩૮.૧૬)
(4:30 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
