News of Thursday, 24th July 2025
વરસાદના પૂર ભલે ઓસરી ગયા, પાસાના ઘોડાપૂર વિક્રમો સર્જી રહ્યા છે
ચામડાતોડ વ્યાજ, સગીરાઓને ફસાવવા માટે કૂ વિખ્યાત સહિત ૭ દિવસમાં વધુ બે ડઝનથી વધુ જોખમી તત્વો સામે કોરડો વીંઝયો, સુરત પોલીસે હજુ કેડો મુકયો નથી, અકિલા સમક્ષ વાયરલ અભિયાનની વિશેષ વાતો અભિયાનના અમલીકરણ ટીમના વડા પીઆઇ વર્ણવે છે : ૧૦ વર્ષથી વધુ ફરાર ૩૧ આરોપી પકડી સંતોષ માનવાને બદલે પોલીસ કમિશ્નર અનુપમસિંહ ગેહલોત દ્વારા ૨૮, ૨૦ વર્ષથી વોન્ટેડ અપરાધીઓને પકડી હિંમત તોડી, લોકોનો વિશ્વાસ વધારવાના પ્રયોગ માત્ર બ્રાન્ચો નહીં, આખી સુરત પોલીસને એક્ટિવ મોડમાં મુકી છે, PCB પીઆઇ આર.એસ. સુવેરા પોલીસ કમિશનરશ્રી દ્વારા ચાર્જ સાંભળ્યા પછી જેટ ગતિએ ચાલતા પાસાની સંખ્યા ૧૧૦૦ નો આંક વટાવી દીધો છે :ચામડા તોડ વ્યાજ વસુલતા વ્યાજ માફીયાઓ, સગીરાઓને ફસાવવા માટે જાણીતા સહિત લોકોને પીડાતા તત્વો વિરુદ્ધ પાસા નીચે કાર્યવાહી થયાનું PCB પીઆઇ આર ઍસ સુવેરા વાતચીતના અંતે જણાવ્યું હતું

રાજકોટ, તા.૨૪: નો ડ્રગ્સ ઈન સુરત અભિયાન લોકોના સહકારથી સફળ બનવાના પગલે, લોકો સાથે સીધા કનેક્ટ બની વિવિધ વિસ્તારોની માહિતી મેળવી તે આધારે PCB મારફત સામેથી વિવિધ પોલીસ મથકોમાંથી લોકોને પીડાતા તત્વોની વિગતો મેળવી તેમને પાસા હેઠળ જેલમાં મોકલવાનો પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોતનો પ્રયોગ ખૂબ લોકપ્રિય થવા બન્યો છે. અને સુરતમાં કુદરતીપુર ઓસરી ગયા પણ પાસાના ઘોડાપૂર હજુ બે કાંઠે વહી રહ્યા છે, તેમ પાસા અભિયાનમાં જેમની ટીમ રાત દિવસ કાર્યરત છે તેવા PCB પીઆઇ આર એસ. સુવેરા એ અકિલા સાથેની વાતચીતમાં જણાવ્યું છે. છેલ્લા ૫ દિવસમાં બે ડઝનથી વધુ લોકો માટે જોખમી તત્વોને પાસાના પિંજરે પૂરવામાં આવ્યા છે તેમ વિશેષમાં જણાવેલ.
અસમાજિક તત્વો વિરુદ્ધ પાસા કરવા સાથે અસમાજિક તત્વોનો હિંમત તોડવા જેવો દશ વર્ષથી લાપતા હતા તેવા ૩૧ લોકોને અમારી pcb ટીમે પોલીસ કમિશનર અનુપમસિહ ગેહલોત દ્વારા ઘડાયેલ રણનીતિ.મુજબ ઉપાડી લાવવામાં આવ્યા છે. ૨૮, ૨૦ વર્ષ જેવા લાંબા સમયથી ફરાર શખ્સો પકડી લાવવાની પોલીસ કમિશનરશ્રીની આ રણનીતિ PCB/ DCB/ SOg સાથે વિવિધ પોલીસ મથકો દ્વારા પણ અમલી બની છે.
રાજ્ય કક્ષાએ આ પ્રયોગ અમલી બનાવવા વિચારણા ચાલી રહ્યાના અખબારી અહેવાલ પણ છે.
(10:56 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
