તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 24th July 2025
અંતે UV ગેંગ સામે કાયદાનો ધોકો વડોદરા સીપીએ ઉગામ્યો...૭ ગેંગસ્ટરો સામે ગુજસીટોક હેઠળ કાર્યવાહી
અનેક વખત પાસા, હદપાર છતાં આ કુવિખ્યાત અપરાધીઓ ૧૦ વર્ષમાં વડોદરા સીમાડા વટાવી ગુજરાતભરમાં હાહાકાર મચાવ્યો હતો : ક્રાઈમ બ્રાન્ચ વડા લીના પાટીલ, ડીસીપી યુવરાજસિંહ જાડેજા, ડીસીપી હરપાલસિંહ રાઠોડ, પીઆઇ આર જે જાડેજા, પીઆઇ એચ ડી. તુવર અને પોલીસ ઇન્સ્પેક્ટર એન.જી.જાડેજા સહિત ક્રાઇમ બ્રાન્ચ દ્વારા અસરકારક પગલા... નરસિંહમાં કોમાર પર વડોદરાવાસીઓ આફ્રિન

રાજકોટ, તા.૨૩: પોલીસ દ્વારા અનેક વખત પાસા અને હડપારી જેવા પગલાંઓ લેવા છતાં જે ગેંગના સભ્યો પોતાની વિવિધ પ્રકારની ગુન્હાખોરી વડોદરા સહિત ગુજરાતના વિવિધ શહેર જીલ્લા સુધી વિસ્તારી છે , તેવી કુ વિખ્યાત ગેંગ યુવી ગેંગ સામે ગુજસીટોક મુજબ કાર્યવાહી કરવા પોલીસ કમિશનર નરસિંહમાં કોમાર દ્વારા અપાયેલ આદેશના પગલે પગલે ક્રાઇમ બ્રાન્ચના એડી.પોલીસ કમિશનર લીના પાટીલ, ડીસીપી યુવરાજસિંહ જાડેજા, ડીસીપી હરપાલસિંહ રાઠોડના માર્ગદર્શન હેઠળ ક્રાઇમ બ્રાન્ચ પીઆઇ આર.જે. જાડેજા, પોલીસ ઇન્સ્પેક્ટર એચ . ડી. તુવર, અને પોલીસ ઇન્સ્પેક્ટર એન.જે જાડેજા તથા ક્રાઇમ બ્રાન્ચ ટીમ દ્વારા કાર્યવાહી કરતા લોકોમાં હર્ષની લાગણી સાથે પોલીસ કમિશનર નરસિંહમાં કોમાર પર અભિનદન અવિરત વર્ષી રહ્યા છે.
વડોદરા શહેરમાં રહેતો મુખ્ય આરોપી સુરજ ઉર્ફે ચુઇ રમણભાઇ કહાર તથા તેના ભાઇ કળણાલ કહાર તેમજ અન્ય આરોપીઓ સાથે મળીને ‘ચુઇ ગેંગ' નામની સંગઠીત ગુના આચરતી ટોળકી "organized crime syndicate" બનાવી આ ટોળકીના આરોપીઓએ આજથી દશ વર્ષ દરમ્યાન કોઇપણ સમયે વડોદરા શહેર તેમજ ગુજરાત રાજયના અલગ-અલગ જીલ્લાઓમાં ખુન,ખુનની કોશીશના ગંભીર પ્રકારના ગુનાઓ ઉપરાંત ધાકધમકીના, શરીર સબંધીના ગુનાઓ,પ્રોહિબીશન સહીતના કુલ- ૧૨૮ જેટલા ગુનાઓ એકબીજાના સાથે સંકળાયેલા રહી ગુનાહિત કાવતરૂ રચી સંગઠીત ગુનાઓ કરેલ હોય જેથી આ ટોળકીના મુખ્ય આરોપી સુરજ ઉર્ફે ચુઇ રમણભાઇ કહાર સહીત કુલ- ૦૭ આરોપીઓ સામે G.C.T.O.C.(ગુજસીટોક) અન્વયે પાણીગેટ પોલીસ સ્ટેશન ખાતે ક્રાઇમ બ્રાન્ચના પોલીસ ઇન્સપેક્ટર આર.જી.જાડેજા નાઓએ ફરીયાદ આપી ગુનો રજીસ્ટર કરેલ હોય આ ગુનાની તપાસ ૅએૅ ડીવીઝનના ACP શ્રી. ડી.જે.ચાવડા સાથે હાથ ધરવામાં આવેલ છે.
આરોપીઓના નામ-સરનામાઃ
(૧) પકડાયેલ- સુરજ ઉર્ફે ચુઇ રમણભાઇ કહાર રહે. ગાયત્રી ભુવન એપાર્ટમેન્ટ, બીજો માળ, આજવા રોડ, વડોદરા
(૨) પકડાયેલ- દિપકભાઇ ઉર્ફે દિપેશ દશરથભાઇ કહાર રહે.BMC સ્લમ કવાટર્સ, બાવામાનપુરા, પાણીગેટ, વડોદરા.
(૩) પકડાયેલ- પાર્થ ઉર્ફે સોનુ રાજુભાઇ બ્રહ્મભટ્ટ રહે.રતીલાલ પાર્ક સોસા.પાસે, વાઘોડીયા રોડ, વડોદરા.
(૪) પકડાયેલ- પ્રદિપ ઉર્ફે જાડીયો ઠાકોરભાઇ ઠકકર રહે.પરિવાર સોસાયટી,વાઘોડીયા રોડ, વડોદરા
(૫) પકડાયેલ- રવિ સુભાષભાઇ માછી રહે. જય સિયારામ પાણીના પ્લાન્ટ સામે, મહાદેવ ચોક, કીશનવાડી, વડોદરા.
(૬) જેલમાં છે. કળણાલ રમણભાઇ કહાર રહે. ગાયત્રી ભુવન એપાર્ટમેન્ટ, બીજો માળ, આજવા રોડ, વડોદરા (૭) વોન્ટેડ - અરૂણ જયેશભાઇ માછી રહે. કિશનવાડી, મહાદેવ ચોક, વડોદરા.
(10:25 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
