News of Tuesday, 22nd July 2025
અમદાવાદમાં રોંગ સાઈડમાં વાહન ચલાવનારા પાસેથી 6 દિવસમાં વસૂલાયો રૂ .1.59 કરોડનો દંડ વસૂલાયો
હાઇકોર્ટના આદેશ બાદ 9,377 કેસ નોંધાયા : કુલ કેસો પૈકી 133 વાહન જપ્ત કરાયા અને 113 ગુના નોંધવામાં આવ્યા

અમદાવાદ : ગુજરાત હાઇકોર્ટના આદેશ બાદ અમદાવાદ પોલીસની કડક કાર્યવાહી. કાયદો અને વ્યવસ્થાની સાથે સાથે નિયમોના અમલીકરણ માટે પોલીસ બની વધુ કડક. છેલ્લા 6 દિવસમાં રોંગ સાઈડ ડ્રાઇવિંગ કરનારાઓએ ભર્યો અધધ ₹.1,59,04,300નો દંડ. 17.7.25 થી 22.7.25 સુધી રોંગ સાઈડ ડ્રાઇવિંગ કરનારા વિરુદ્ધ 9,377 કેસ નોંધાયા છે. કુલ કેસો પૈકી 133 વાહન જપ્ત કરવામાં આવ્યા અને 113 ગુના નોંધવામાં આવ્યા છે. નિયમ ભંગ કરનાર સામે કડક કાર્યવાહી કરવા માટે અમદાવાદ પોલીસે હાઇકોર્ટમાં આપી હતી ખાતરી.
(10:03 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
