<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 21st July 2025

સુરત એરપોર્ટના CISFની વિજિલિયન્સ ટીમે દાણચોરી કરતા બે શખ્‍સોને 28 કિલો જેટલી સોનાની પેસ્ટ સાથે ઝડપ્યા

બંને શખ્‍સો દુબઇથી સુરત આવેલી એર ઈન્ડિયાની ફ્લાઇટ IX-174માં આવ્‍યા હતા.

સુરતઃ એરપોર્ટ પરથી મોટી દાણચોરી ઝડપાઈ છે. દુબઈથી આવેલા બે મુસાફરોને 28 કિલો સોનાની પેસ્ટ સાથે ઝડપી પાડવામાં આવ્યા છે અને તેમની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
મળતી માહિતી પ્રમાણે, એરપોર્ટના CISFની વિજિલિયન્સ ટીમે દાણચોરી ઝડપી પાડી હતી. જેમાં 28 કિલો જેટલી સોનાની પેસ્ટ ઝડપાઈ હતી. તેમાં અંદાજે 23 કિલો શુદ્ધ સોનું હતું. દુબઇથી સુરત આવેલી એર ઈન્ડિયાની ફ્લાઇટ IX-174માં સવાર બે મુસાફરો સોનું લાવ્યા હતા.
બે મુસાફરોનું વર્તન શંકાસ્પદ જણાતા તેમને અટકાવીને તપાસ કરાતા દાણચોરી ઝડપાઈ હતી. CISF અને કસ્ટમ અધિકારીએ બંને મુસાફરોની તપાસ કરી હતી. બંને મુસાફરોએ ચાલાકીપૂર્વક શરીર પર 28 કિલો સોનાની પેસ્ટ છુપાવી હતી. કસ્ટમ વિભાગે 28 કિલો સોનાની પેસ્ટ કબજે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

(11:29 PM IST)