<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 21st July 2025

વડોદરામાં લાંબા વિરામ બાદ વહેલી સવારે ભારે વરસાદી ઝાપટા પડ્યા

વાતાવરણમા બફારો યથાવતઃચોમાસાની ઋતુ છતાં બાફ ઓછો થવાનું નામ લેતું નથી

વડોદરા,તા.૨૧

વડોદરા શહેરમાં છેલ્લા દસ દિવસથી ભારે ઉકાળાટ બાદ આજે વહેલી સવારે ભારે વરસાદી ઝાપટું આવ્યું હતું. સતત એક કલાકના વરસાદમાં માત્ર ૫.૧૦ મીમી વરસાદ નોંધાયો હતો. છેલ્લા એકાદ મહિનાથી શરૃ થયેલી ચોમાસાની ઋતુ છતાં હજી પણ વાતાવરણમાંથી બાફ ઓછો થવાનું નામ લેતું નથી. આ સાથે આજવા ૨૧૧ ફૂટ રહી છે.

ઉલ્લેખનીય છે કે છેલ્લા એક મહિનાથી ચોમાસાની ઋતુનો પ્રારંભ થયો છે. અવારનવાર વરસાદી ઝાપટા આવતા રહ્યા છે. પરિણામે શહેરનો વરસાદ હજી માત્ર ૧૧ ઈંચથી વધુ નોંધાયો છે. હજી સુધી મન મૂકીને મેઘો વરસ્યો નથી. પરિણામે વાતાવરણમાં ઉકળાટ અને બફારો સતત રહ્યા કરે છે. આજે સવારે ૭ વાગ્યાના સુમારે એકાદ કલાક જેવો વરસાદ પડ્યો હતો પરંતુ આજે પણ સવારથી બફારો યથાવત છે. ચોમાસાની ઋતુ શરૃ થયાને હવે માત્ર નવ દિવસ લગભગ બાકી છે છતાં પણ વરસાદી ઠંડક વાતાવરણમાં હજી સુધી જોવા મળી નથી.

(10:13 PM IST)