<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 21st July 2025

ખેડા જિલ્લાના માતર વિસ્તારના વરિષ્ઠ નેતા અને પૂર્વ ધારાસભ્ય કેસરીસિંહ સોલંકીનો ભાજપ પાર્ટીએ છેદ ઉઠાવ્‍યો

સત્તાવાર રીતે ભાજપે તેમને તમામ હોદ્દાઓ અને પ્રાથમિક સભ્યપદેથી સસ્પેન્ડ કર્યો

ખેડાઃ ખેડા જિલ્લાના માતર વિસ્તારના વરિષ્ઠ નેતા અને પૂર્વ ધારાસભ્ય કેસરીસિંહ સોલંકી પર આખરે ભાજપે પગલું ભર્યું છે. છેલ્લા ઘણા સમયથી વિવાદોમાં રહેતા કેસરીસિંહ સોલંકીને પાર્ટીમાંથી સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે. સત્તાવાર રીતે ભાજપે તેમને તમામ હોદ્દાઓ અને પ્રાથમિક સભ્યપદેથી સસ્પેન્ડ કર્યો છે.
સોલંકી પર ઘણા સમયથી વિવિધ લેવલે આરોપો અને પક્ષવિરુદ્ધ પ્રવૃત્તિઓ ચલાવવાનો આરોપ લાગતો રહ્યો હતો. ખાસ કરીને ખેડા જિલ્લા દૂધ ઉત્પાદક સહકારી સંઘમાં કોંગ્રેસના નેતાઓ સાથે મળીને તેમણે જે રીતે વિરોધના મંચ પર દેખાવ કર્યો હતો, એ પાર્ટી માટે અત્યંત ગંભીર માનવામાં આવ્યો હતો. મહેસૂલથી લઈને મંડળી સુધી અનેક નીતિગત બાબતોમાં પાર્ટી લાઈનમાં ન રહી ને સોલંકી સતત જુદી જ દિશામાં ચાલતા નજરે પડ્યા હતા.
ગઈકાલે તેમણે માતર તાલુકા અને લીંબાસી વિસ્તારમાં ચાલતા દારૂના અડ્ડાઓ મુદ્દે સોશિયલ મીડિયામાં લાઈવ આવીને સ્થાનિક તંત્ર અને સરકાર સામે નારાજગી વ્યક્ત કરી હતી. એના પછીથી જ રાજકીય પરિપ્રેક્ષ્યમાં સસ્પેન્શનની પ્રક્રિયા ઝડપથી આગળ વધી હતી.
જણાવવું જરૂરી છે કે કેસરીસિંહ સોલંકી અગાઉ પણ અંતરાલે વિવાદિત નિવેદનો આપી ચકચાર જગાવતા રહ્યા છે. જિલ્લાકક્ષાએ પાર્ટી નીતિ અને સંઘઠન શિસ્ત સામે અવાજ ઉઠાવવાથી લઈને વિવિધ સહકારી સંસ્થાઓમાં વિરોધી પક્ષ સાથે ગાઢ સંકળાણ રાખવાના આરોપ પણ લાગ્યા હતા.
ભાજપે આ પગલું લઇ સ્પષ્ટ સંદેશો આપ્યો છે કે પક્ષ શિસ્ત અને નીતિ વિરુદ્ધ ચાલનારા નેતાઓને કોઈ રીતે મંજૂર નહિ કરે.

(10:11 PM IST)