તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 21st July 2025
પોલીસ ઇન્સ્પેક્ટર અને DySPની બદલીઓ હવે 'જનતાના રિવ્યુ' બાદ થશે!
ગૃહ રાજ્યમંત્રીએ બદલીના આદેશો તૈયાર કરાવ્યા : ૫૦ કર્મચારીઓની ટીમ દ્વારા સામાન્ય નાગરિકો પાસેથી પોલીસ અધિકારીઓનો ફીડબેક લેવાની પ્રક્રિયા શરૂ

(વિજય વસાણી, અકિલા), રાજકોટ : ગુજરાતમાં પોલીસ વિભાગમાં બદલી-બઢતીની પ્રક્રિયામાં એક નવો અને મહત્વનો ફેરફાર સામે આવ્યો છે. પ્રાપ્ત માહિતી અનુસાર, ગૃહ રાજ્યમંત્રી દ્વારા પોલીસ ઇન્સ્પેક્ટર (PI) અને નાયબ પોલીસ અધિક્ષક (DySP) કક્ષાના અધિકારીઓની બદલી-બઢતીના આદેશો તૈયાર કરવામાં આવ્યા છે. પરંતુ આ આદેશો અમલમાં આવે તે પહેલા, સામાન્ય પ્રજાજનો પાસેથી સંબંધિત અધિકારીઓ અંગે ફીડબેક લેવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. આ ફીડબેક અધિકારીઓના પોસ્ટિંગમાં નિર્ણાયક ભૂમિકા ભજવશે તેવું જાણવા મળ્યું છે.
કન્ટ્રોલ રૂમ ધણધણ્યો, ફીડબેક બનશે આધાર
આજે સવારથી જ આ ફીડબેક પ્રક્રિયા શરૂ કરવામાં આવી હતી, જેના માટે ૫૦ કર્મચારીઓની એક ખાસ ટીમ તૈયાર કરવામાં આવી છે. આ ટીમે કન્ટ્રોલ રૂમમાંથી સામાન્ય નાગરિકોને ફોન કરીને તેમના વિસ્તારના પોલીસ અધિકારીઓ – ખાસ કરીને PI અને DySP – અંગેના રિવ્યુ લેવાની પ્રક્રિયા શરૂ કરી છે. આ પ્રક્રિયાને કારણે કન્ટ્રોલ રૂમ આજે આખો દિવસ ધણધણતો જોવા મળ્યો હતો.
આ અભૂતપૂર્વ પગલાનો ઉદ્દેશ્ય એ છે કે, પોલીસ અધિકારીઓની બદલી માત્ર વહીવટી કારણોસર જ નહીં, પરંતુ પ્રજા સાથેના તેમના વ્યવહાર, કામગીરી અને લોકપ્રિયતાના આધારે પણ થાય. આ ફીડબેક અધિકારીઓના ભવિષ્યના પોસ્ટિંગમાં સીધી અસર કરશે, જે પોલીસ તંત્રમાં પારદર્શિતા અને જવાબદારી લાવવાનો પ્રયાસ દર્શાવે છે.
(10:06 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
