તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 21st July 2025
ખેડબ્રહ્માથી સાબર ડેરી સુધી દૂધના ટેન્કરો પહોંચાડવા પોલીસ સુરક્ષા આપી રહી
પશુપાલકો છેલ્લા આઠ દિવસથી વિરોધ કરી રહ્યાં:આ બધાની વચ્ચે પશુપાલકો દ્વારા દૂધના ટેક્નરો ઢોળવાની પણ ઘટનાઓ સામે આવી હતી

સાબરકાંઠા,તા.૨૧
સાબરકાંઠામાં પશુપાલકો છેલ્લા આઠ દિવસથી વિરોધ કરી રહ્યા છે. પશુપાલકોના આ વિરોધ વચ્ચે પોલીસ સુરક્ષા સાથે દૂધના ટેક્નરો ડેરી સુધી પહોંચાડવામાં આવી રહ્યા છે. ખેડબ્રહ્માથી સાબર ડેરી સુધી દૂધના ટેક્નરો પોલીસ સુરક્ષા સાથે આવે છે. ગ્રામ્ય વિસ્તારોમાં પશુપાલકો દૂધ ભરાવી રહ્યા નથી. ભાવફેર અને આંદોલનમાં પશુપાલકોની અટકાય કરવમાં આવી છે તેને જેલમુક્ત કરવાની માગ છે.
ખેડબ્રહ્મા થી સાબર ડેરી સુધી ૧૫ કરતા વધુ દૂધ ભરેલ ટેક્નર પોલીસ બંદોબસ્ત સાથે લાવવામાં આવી રહ્યા છે. મોટા ભગના પશુપાલકો દ્વારા ડેરીમાં દૂધ ભરાવવામાં આવી રહ્યું નથી. આ બધાની વચ્ચે પશુપાલકો દ્વારા દૂધના ટેક્નરો ઢોળવાની પણ ઘટનાઓ સામે આવી હતી. તેવામાં સાબર ડેરીમાં ખેડબ્રહ્માથી આવી રહેલા દૂધના ટેક્નરોને પોલીસ સુરક્ષા સાથે લાવવમાં આવી રહ્યા છે.
સાબરકાંઠામાં પશુપાલકો પોતાની માંગણી પર અડગ રહીને વિરોધ કરી રહ્યા છે. પશુપાલકોનું કહેવું છે કે જ્યા સુધી ભાવફેરની માગણી સ્વીકરાવમાં નહીં આવે ત્યાં સુધી આમારૃ આંદોલન યથાલત રહેશે. થોડા દિવસ પહેલા ડેરીની મિટીંગમાં ભાવફેર મામલે વાત કરવામાં આવી હતી. જેમાં દૂધના કિલો ફેટે રૃપિયા ૯૯૦ની જગ્યાએ ૯૯૫ રૃપિયા કરવામાં આવ્યા છે. જે બાદ પશુપાલકોને ભાવ ઓછો લાગતા વિરોધ યથાવત રાખ્યો છે.
(9:51 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
