તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 21st July 2025
તલોદ, પ્રાંતિજ અને હિંમતનગરમાં વરસાદ ધોધમાર વરસાદ પડ્યો
રહેણાંક વિસ્તારમાં પાણી ભરાતા લોકો પરેશાનઃ૨૩જુલાઈથી ૨૫ જુલાઈ માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે

સાબરકાંઠા,તા.૨૧
સાબરકાંઠા જિલ્લામાં મુશળધાર વરસાદ વરસ્યો છે. તલોદ, પ્રાંતિજ અને હિંમતનગરમાં વરસાદ ધોધમાર વરસાદ પડ્યો છે.
તલોદમાં પોણા ત્રણ ઈંચ વરસાદ ખાબક્યો છે. પ્રાંતિજમાં સવા ઈંચ વરસાદ વરસ્યો છે. હિંમતનગરમાં પોણો ઈંચ વરસાદ વરસ્યો છે.તલોદમાં નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાયા છે. રહેણાંક વિસ્તારમાં પાણી ભરાતા લોકો પરેશાન થયા છે.
જિલ્લામાં સવારથી વરસાદી માહોલ સર્જાયો છે.
તલોદ, પ્રાંતિજ અને હિંમતનગરમાં નિચાણવાળા વિસ્તારમાં પાણી ભરાયા છે. વરસાદને લઇ હવામાન વિભાગે આગામી ૭ દિવસ ભારે વરસાદની આગાહી કરી છે. ૨૧જુલાઈથી ૨૭ જુલાઈ સુધી સાર્વત્રિક ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.
અમદાવાદ, ગાંધીનગર સાબરકાંઠા,અરવલ્લી, આણંદ,ખેડા,દાહોદ,મહીસાગર,વડોદરા,છોટાઉદેપુર, નર્મદા,ભરૃચ,સુરત, વલસાડ,નવસારી,તાપી, અમરેલી,બોટાદમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. ૨૩જુલાઈથી ૨૫ જુલાઈ માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે.
(9:43 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
