<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 21st July 2025

ધારાસભ્ય હાર્દિક પટેલે વિરમગામ વિધાનસભાની બંધ પડેલ રજીસ્ટર દૂધ મંડળીઓ ચાલુ કરવા મુખ્યમંત્રીને પત્ર લખી રજૂઆત કરી

વિરમગામ વિધાનસભા વિરમગામ, માંડલ, દેત્રોજ તથા નળકાંઠા વિસ્તારમાં અગાઉ ચાલતી રજીસ્ટર દૂધ મંડળીઓ આશરે ૬૨ જેટલી દૂધ મંડળીઓ વર્ષોથી કાર્યરત હતી

(વંદના નીલકંઠ વાસુકીયા) વિરમગામ : વિરમગામના ધારાસભ્ય હાર્દિક પટેલે મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલને પત્ર લખી વિરમગામ વિધાનસભાની બંધ પડેલ રજીસ્ટર દૂધ મંડળીઓ ચાલુ કરવા રજૂઆત કરી છે. ધારાસભ્ય હાર્દિક પટેલે મુખ્યમંત્રીને લખેલા પાત્રમાં જણાવ્યાં મુજબ, મારા મતવિસ્તાર વિરમગામ વિધાનસભા વિરમગામ, માંડલ, દેત્રોજ તથા નળકાંઠા વિસ્તારમાં અગાઉ ચાલતી રજીસ્ટર દૂધ મંડળીઓ આશરે ૬૨ જેટલી દૂધ મંડળીઓ વર્ષોથી કાર્યરત હતી. જે છેલ્લા ૪-૫ વર્ષથી રાજકીય કિન્નાખોરી રાખીને બંધ કરવામાં આવેલી છે. મારા વિસ્તારમાં ખુબ મોટા પ્રમાણમાં માલધારીઓ પશુપાલક વ્યવસાય સાથે જોડાયેલા છે. તેમજ દુધના વ્યવસાય કરીને તેમનું ગુજરાન ચલાવે છે. જે માલધારીઓ ભાજપ વિચારધારા સાથે જોડાયેલા છે. તેમનું દૂધ નહિ સ્વીકારવાના કારણે તેમને બીજા જીલ્લામાં સ્થળાંતર થવું પડે છે. જો દૂધ સ્વીકારવામાં આવે તો બીજા જીલ્લામાં સ્થળાંતર કરવું ના પડે. આ મંડળીઓને રાજકીય કિન્નાખોરી રાખી આ મંડળીઓ બંધ કરેલ છે. તેમજ ઉત્તમ ડેરીમા પેટા કાયદામાં તેમને મનફાવે તેવા સુધારા કરી મોટાપાયે વહીવટમાં ભષ્ટાચાર કરેલ છે. જો ન્યાયિક તપાસ કરવામાં આવે તો અમદાવાદ જીલ્લાની ૩૦૦ થી વધુ રજીસ્ટર મંડળીઓ બંધ કરેલ છે. તો અમદાવાદ જીલ્લા ઉત્પાદક સંઘને (ઉત્તમ ડેરી)માં નીચે મુજબની બંધ પડેલ મંડળીઓનું દૂધ સ્વીકારવાની જોગવાઈ કરીને હુકમ કરવા  મારી અંગત ભલામણ સહ વિનંતી કરૂ છુ.

(7:31 PM IST)