<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 21st July 2025

"ઉમાશંકર જોશીની સામાજિક અને રાજકીય નિસ્બત" વિષય પર જાણીતા સર્જક પ્રફુલ્લ રાવલનું વ્યાખ્યાન યોજાયું

વિરમગામના વતની પ્રફુલ્લ રાવલે કવિ ઉમાશંકર જોષીના વિરમગામ અને દેત્રોજની છાવણીમાં થયેલ જેલવાસના પ્રસંગોને તાજા કરી ઉમાશંકર જોષીના રાજ્યસભાના કાર્યકાળના વિવિધ પ્રસંગો વિશે વિગતે વાત કરી

(વંદના નીલકંઠ વાસુકીયા) વિરમગામ : તારીખ ૨૧ જુલાઈ ૨૦૨૫ ને સોમવારના રોજ દેસાઈ ચંદુલાલ મણિલાલ આર્ટ્સ એન્ડ કૉમર્સ કૉલેજ વીરમગામના ગુજરાતી વિભાગ દ્વારા જ્ઞાનપીઠ પુરસ્કૃત કવિ ઉમાશંકર જોશીની જન્મજયંતી નિમિત્તે "ઉમાશંકર જોશીની સામાજિક અને રાજકીય નિસ્બત" વિષય પર વીરમગામના જ વતની અને જાણીતા સર્જક  પ્રફુલ્લ રાવલનું વ્યાખ્યાન યોજવામાં આવ્યું હતું. 

    કાર્યક્રમની શરૂઆત કવિ ઉમાશંકર જોશીના જાણીતા ગીત "ભોમિયા વિના મારે ભમવા'તા ડુંગરા"થી કરવામાં આવી હતી. કૉલેજના ઇન્ચાર્જ આચાર્ય આર. ડી. ચૌધરી ગ્રંથપુષ્પ અર્પણ કરીને વક્તા પ્રફુલ્લ રાવલનું સ્વાગત કર્યું હતું. B. A. Sem 5માં અભ્યાસ કરતી વિદ્યાર્થિની વિધિ પટેલે પોતાની ઉમાશંકર જોશી વિશેની સ્વરચિત રચના પ્રસ્તુત કરી હતી. પ્રફુલ્લ રાવલે કવિ શ્રી ઉમાશંકર જોષીના વિરમગામ અને દેત્રોજની છાવણીમાં થયેલ જેલવાસ વગેરે પ્રસંગોને તાજા કરી ઉમાશંકર જોષીના રાજ્યસભાના કાર્યકાળના વિવિધ પ્રસંગો વિશે વિગતે વાત કરી. કવિશ્રીના પારિવારિક જીવનથી માંડી તેમની કવિતા, વાર્તા, નાટક વગેરે સ્વરૂપ વિશે પણ ઉદાહરણ સાથે વાત કરી હતી. સમગ્ર કાર્યક્રમનું સંચાલન ગુજરાતી વિભાગના અધ્યક્ષ પ્રા. અશ્વિન આણદાણી અને આભારવિધિ પ્રા. એસ. બી. વાઢેળ દ્વારા કરવામાં આવી હતી.

(6:52 PM IST)