તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 21st July 2025
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ, ગાંધીનગર દ્વારા ધોરણ-૧૦ અને સંસ્કૃત પ્રથમાની પૂરક-૨૦૨૫ પરીક્ષાના પરિણામ બાદ હવે ગુણચકાસણીની અરજી કરી શકાશે
બોર્ડની વેબસાઇટ www.gseb.org અથવા ssc.gseb.org પર તા.૨૧/૦૭/૨૦૨૫ ના રોજ બપોરના ૧૨:૦૦ કલાકથી તા.૨૮/૦૭/૨૦૨૫ ના રોજ સાંજના ૧૭:૦૦ કલાક સુધી ઓનલાઇન રજીસ્ટ્રેશન કરી અરજી કરી શકશે

અમદાવાદ તા.૨૧ : ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ, ગાંધીનગરની અખબારી યાદી જણાવે છે કે, ધોરણ-૧૦ અને સંસ્કૃત પ્રથમાની પૂરક-૨૦૨૫ પરીક્ષાનું પરિણામ તા.૧૮/૦૭/૨૦૨૫ ના રોજ જાહેર થયેલ છે.
જે ઉમેદવારો ગુણચકાસણીની અરજી કરવા ઇચ્છતા હોય તેઓ બોર્ડની વેબસાઇટ www.gseb.org અથવા ssc.gseb.org પર તા.૨૧/૦૭/૨૦૨૫ ના રોજ બપોરના ૧૨:૦૦ કલાકથી તા.૨૮/૦૭/૨૦૨૫ ના રોજ સાંજના ૧૭:૦૦ કલાક સુધી ઓનલાઇન રજીસ્ટ્રેશન કરી અરજી કરી શકશે. ગુણચકાસણીની અરજીઓ ફકત ઓનલાઇન માધ્યમથી જ સ્વીકારવામાં આવશે.
ગુણચકાસણીની અરજીની નિયત ફી ઓનલાઇન SBI ePay System મારફતે (Credit Card, Debit Card, Net Banking દ્વારા) અથવા SBI ePay ના SBI Branch Payment ઓપ્શન દ્વારા દેશની કોઇપણ SBI Branch માં ભરી શકાશે. જેની આચાર્યશ્રીઓ, વિદ્યાર્થીઓ, વાલીઓ તથા તમામ સંબંધિતોએ નોંધ લેવા આર.આર.વ્યાસ સચિવ ગુજરાત માધ્યમિક અને
ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગરની યાદીમાં જણાવાયું છે.
(2:31 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
