તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 21st July 2025
રાજનીતિમાં જનસેવા જ મારો સંકલ્પઃ ધારાસભ્ય હાર્દિક પટેલ
ગુજરાત પ્રદેશ ભાજપના સંગઠન મહામંત્રી રત્નાકરજીની વિશેષ ઉપસ્થિતિમાં વિરમગામ, માંડલ, દેત્રોજ-નળકાંઠા મતવિસ્તારના ધારાસભ્યના જન્મદિવસ નિમિત્તે સેવાકીય કાર્યો-આશીર્વાદ સંમેલન : વિરમગામ વિધાનસભાના ૪૬૦ મહિલા સત્સંગમંડળોને વાજિંત્રોની ભેટઃ ૧૭ ગ્રામ પંચાયતોને પાણીના ટેન્કરોનું વિતરણ કરવા લીલીઝંડી આપીને રવાના કરવામાં આવ્યા

રાજકોટ તા.૨૧: ગુજરાત પ્રદેશ ભાજપના સંગઠન મહામંત્રી રત્નાકરજી ની વિશેષ ઉપસ્થિતિમાં આજે ધારાસભ્યશ્રી હાર્દિક પટેલના જન્મદિવસ નિમિત્તે આયોજીત સેવાકીય કાર્યો અને આશીર્વાદ સંમેલન યોજાયું. આજના પ્રસંગે વિરમગામ, માંડલ, દેત્રોજ અને નળકાંઠા મતવિસ્તારમાંથી પધારેલા હજારો લોકોએ ધારાસભ્ય હાર્દિક પટેલને આશીર્વાદ આપ્યા તથા વિરમગામ વિધાનસભાના વિકાસ કાર્યો કરવાની હિમત આપી હતી.
સંમેલનમાં ગુજરાત પ્રદેશ ભાજપ સંગઠન મહામંત્રી રત્નાકરજી ની વિશેષ ઉપસ્થિતિમાં વિરમગામ વિધાનસભાના ૪૬૦ મહિલા સત્સંગ મંડળોને વાજિત્રો ભેટમાં આપવામાં આવ્યા. વિરમગામ વિધાનસભાના તમામ ગામડાઓમાં અને શહેરમાં મહિલાઓના સત્સંગ મંડળો કાર્યરત છે જે ધર્મની ધજાને ફરકાવી રહ્યા છે. આજે ૪૬૦ સત્સંગ મંડળોને ૧૦,૦૦૦ થી વધુ બહેનોએ ધારાસભ્ય હાર્દિક પટેલને આશીર્વાદ આપ્યા જેનાથી હાર્દિક પટેલને હૂંફ મળી છે. છેલ્લા ત્રણ વર્ષમાં માટે ભગવતીના આશીર્વાદથી ધારાસભ્યશ્રી હાર્દિક પટેલે વિધાનસભાની ૧૫,૦૦૦ થી વધુ બહેનોને અંબાજી, સોમનાથ અને દ્વારકા દર્શન કરાવ્યા છે.
ધારાસભ્ય હાર્દિક પટેલની વાર્ષિક ગ્રાન્ટમાંથી ૨૫.૫૦ લાખના ખર્ચે વિરમગામ વિધાનસભાની ૧૭ ગ્રામ પંચાયતોને પાણીના ટેન્કરોનું વિતરણ કરવામાં આવ્યું. જેનું લીલી ઝંડી આપીને રવાના કરવામાં આવ્યા હતા.
દેત્રોજ તાલુકાની કાંઝ ગામની કુમારી એન્જલ આર.પટેલનું સંગઠન મહામંત્રી રત્નાકરજી તથા ધારાસભ્યશ્રી હાર્દિક પટેલ સન્માન કરવામાં આવ્યું. કુમારી એન્જલ તાજેતરમાં ૯ થી ૧૧ વર્ષથી આંતરરાષ્ટ્રીય કક્ષાની યોગા સ્પર્ધામાં ગોડલ મેડલ વિજેતા બની હતી.
કાર્યક્રમમાં વિધાનસભાના તમામ સંત-મહાત્મા, અમદાવાદ જિલ્લા ભાજપ પ્રમુખ શૈલેષભાઈ દાવડા, અમદાવાદ જિલ્લા પંચાયતના પ્રમુખ કંચનબા વાઘેલા, ધારાસભ્ય સુખાજી ઠાકોર, પી.કે. પરમાર, કિરીટસિહ ડાભી, કાળુભાઈ ડાભી, પૂર્વ ધારાસભ્ય કમાભાઈ રાઠોડ સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.
(11:27 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
