તા. ૯ જાન્યુઆરી ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ પોષ વદ – ૭ શુક્રવાર
News of Monday, 21st July 2025
વ્યાજનું વિષચક્રઃ ગુજરાતમાં છેલ્લા ત્રણ વર્ષમાં ૨૫૦૦૦થી વધુ લોકોની આત્મહત્યા
વ્યાજખોરોના ત્રાસથી સતત બનતી ઘટનાઓ ચિંતાજનક :અમદાવાદમાં ૩૨૮૦, સુરતમાં ૨૮૬૨, રાજકોટમાં ૧૨૮૯ આત્મહત્યા

અમદાવાદ,તા.૨૧: બગોદરા ખાતે પરિવારનો સામૂહિક આપઘાતનો બનાવ સામે આવ્યો છે. સામૂહિક આત્મહત્યાની ઘટના ગુજરાત માટે ચિતાજનક છે. પરિવાર આર્થિક ભીંસમાં ફસાયા બાદ આ પ્રકારના પગલું ભરવા મજબૂર બને છે. છેલ્લા ૩ વર્ષમાં ગુજરાતમાં ૨૫૪૭૮ લોકોએ આત્મહત્યા કરી છે. ૮ હજાર જેટલા લોકોએ મહાનગરમાં જીવન ટૂંકાવ્યું છે, આર્થિક સંકડામણ, વ્યાજના ચક્કરમાં ફસાઈ લોકો જીવન ટૂંકાવી રહ્યા છે.
અને આર્થિક સંકડામણ વ્યાજખોરોના ત્રાસને કારણે ગુજરાતનાં પરિવારોની સામૂહિક આત્મહત્યા કરી જીવન ટૂંકવાની સતત બનતી ઘટનાઓ રોકવા માટે ભાજપ સરકાર સદંતરનિષ્ફળ રહી હોવાનો કોંગ્રેસે આક્ષેપ કર્યો છે અને જણાવ્યું છે કે, છેલ્લા ત્રણ વર્ષમાં અમદાવાદ શહેરમાં ૩૨૮૦, સુરતમાં ૨૮૬૨, રાજકોટમાં ૧૨૮૯ જેટલી આત્મહત્યાઓ નોંધાઈ છે. ત્રણ મુખ્ય શહેરોમાં ૭૪૨૯ જેટલા લોકોએ આપઘાત કરી જીવન ટૂંકાવ્યું છે, જે ચિતાજનક છે.
આર્થિક સંકડામણ, વધતી જતી અસમાનતા, સામાજિક અસુરક્ષા, ડર, વ્યાજના ચક્કરમાં દેવાદારી, ભય, દેવાદારીના બોજ નીચે ભીંસમાં આવેલા પરિવારોએ નાછૂટકે સામૂહિક રીતે જીવન ટુંકાવવા મજબુર બની રહ્યાં છે. ગતિશીલ - પ્રગતિશીલ ગુજરાત માટે ચિતાનો વિષય છે. દેશમાં વર્ષ ૨૦૨૨માં ૧,૭૦,૦૦૦ નાગરિકોએઆપઘાત કરીને જીવન ટુંકાવ્યું છે જે પૈકી ત્રીજા ભાગના એટલે કે ૫૫,૦૦૦ જેટલા આપઘાત કરનારાઓમાં રોજમદાર, ખેતમજદુરો, ખેડૂતોનો સમાવેશ થાય છે.
રોજનું કમાઈ રોજનો ખર્ચ કરનારા, ફેરીયા, પાથરણાવાળા - રોજમદારની આત્મહત્યાના કિસ્સામાં ૫૦.૪૪ ટકાનો વધારો થયો છે. છેલ્લા છ વર્ષમાં ૧૬૮૬૨ રોજમદારોએ આર્થિક સંકડામણ, સામાજિક અસુરક્ષા, ઘટતી આવક સહિતના કારણોથી આત્મહત્યા કરી જીવન ટુકાવ્યું છે. અસંગઠીત ક્ષેત્રના શ્રમિકોની સ્થિતિ ઘણી નાજુક છે. ગુજરાતમાં છેલ્લા ત્રણ વર્ષમાં ૨૫૪૭૮ લોકોએ આપઘાત કર્યો છે. ૫૦૦ વિદ્યાર્થીએ જિદગી ટૂંકાવી છે
(9:51 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
