તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 19th July 2025
સાબરડેરીના ભાવફેર મામલે જેલમાં બંધ 47 પૈકી 41 પશુપાલકોનો સોમવાર સુધીમાં છુટકારો થશે
સાબરડેરી દ્વારા ભાવફેરની જાહેરાત બાદ પણ પશુપાલકોનો વિરોધ યથાવત : 41 પશુપાલકોનો જેલમુક્ત થવાના હેવાલથી પશુપાલકોમાં ખુશી

અમદાવાદ :પશુપાલકોને સાબરડેરી દ્વારા આપવામાં આવેલ ભાવફેરની જાહેરાત બાદ પણ વિરોધ યથાવત છે. સાબરડેરી દ્વારા આપવામાં આવેલ ભાવફેરની જાહેરાત બાદ પણ પશુપાલકો આ જાહેરાતને લોલીપોપ ગણાવી રહ્યા છે. સાબરડેરી પશુપાલકો વચ્ચે ભાવફેર તેમજ જેલમાં બંધ પશુપાલક મામલે આજે સેશન કોર્ટમાં 41 જેટલા પશુપાલકોની જામીન અરજી પર સુનાવણી હાથ ધરવામાં આવી છે.
મળતી માહિતી મુજબ, પશુપાલકોના વિરોધને લઇ સેશન કોર્ટમાં 41 જેટલા પશુપાલકોની જામીન અરજી પર સુનાવણી હાથ ધરવામાં આવતા જેલમાં ગયેલા 47 પૈકી 41 પશુપાલકોનો છુટકારો થશે. સોમવારે તમામ લોકોને જામીન મળશે. આજે જ તમામ લોકોનો જેલમાંથી છુટકારો થવાનો હતો. સંખ્યા વધુ હોવાથી સોમવાર સુધીનો સમય લાગશે. તમામ લોકોનો છુટકારો થવાના સમાચારથી પશુપાલકોમાં ખુશી વ્યાપી છે.
સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લાના પશુપાલકોના વિરોધ બાદ ભાવફેરને લઈને સાબર ડેરીએ મોટી જાહેરાત કરી છે. જેમાં પશુપાલકોને 995 રૂપિયા કિલો ફેટે ચુકવાશે. સાબર ડેરીએ ગત દિવસોમાં 990 રૂપિયાના ભાવફેરની વાત કરી હતી તેમ છતાં પણ પશુપાલકોનો વિરોધ યથાવત્ રહેતા પ્રતિ કિલો ફેટે વધુ 5 રૂપિયાનો વધારો જાહેર કરાયો છે. આ નિર્ણય સાધારણ સભા પહેલાં જ નિયામક મંડળની બેઠકમાં લેવામાં આવ્યો છે. અગાઉ પશુપાલકોને 960 રૂપિયા પ્રતિ કિલો ફેટ મુજબ એડવાન્સ ભાવફેર ચૂકવવામાં આવ્યો હતો. હવે બાકીના 35 રૂપિયાનો તફાવત સાધારણ સભા પછી ચૂકવવા માટે કાર્યવાહી શરૂ કરવામાં આવશે. આ અંગેનો નિર્ણય આગામી સાધારણ સભામાં રજૂ કરવામાં આવશે, પરંતુ તફાવતની રકમ એડવાન્સ પેમેન્ટની જેમ જ ચૂકવવામાં આવશે.
સાબરડેરી ખાતેની બેઠક બાદ જિલ્લા પોલીસવડાનું મહત્વનું નિવેદન સામે આવ્યું છે. જિલ્લા પોલીસવડાએ જણાવ્યું હતું કે, છેલ્લા ત્રણ દિવસથી દૂધની ટેન્કરોને પોલીસ બંદોબસ્ત અપાઈ રહ્યો છે. પોલીસ બંદોબસ્ત સાથે દૂધની ટેન્કરો સાબરડેરી પહોંચાડાઈ રહી છે.આજે સાબરડેરી ખાતે મળેલી બેઠક બાદ પશુપાલકોનું આંદોલન પૂર્ણતાની આરે હતું. રોડ પર કેટલાક વ્યક્તિઓ દ્વારા દૂધના ટેન્કરના વાલ્વ ખોલીને લાખો લીટર દૂધનું નુકસાન કરાઈ છે. દૂધના ટેન્કરોના વાલ્વ ખોલનારા સામે હવેથી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. સાબરડેરી દ્વારા ફરિયાદ આપવામાં આવી છે.લાખો લીટર દૂધને ઢોળાઇ રોડ રસ્તા પર રહ્યું છે.રોડ પરથી પ્રસાર થતી દૂધની ટેન્કરોનું દૂધ ન ઢોળવા પોલીસની અપીલ કરવામાં આવી છે.
(6:28 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
