<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 19th July 2025

યુવા ઉદ્યોગપતિ ચિંતન મહિડા ‘‘યંગ લીડર ઓફ ધી યર'' એવોર્ડથી સન્‍માનિત

અમદાવાદ ખાતે સોલાર ક્‍વાર્ટર દ્વારા ‘‘એનર્જી એક્‍સસલેન્‍સ એવોર્ડ-૨૦૨૫'' યોજાયો

રાજકોટઃ અમદાવાદ ખાતે સોલાર ક્‍વાર્ટર દ્વારા ‘‘એનર્જી એક્‍સસલેન્‍સ એવોર્ડ-૨૦૨૫'' આયોજન કરવામાં આવ્‍યું હતું. જેમાં સૌર ઊર્જા ક્ષેત્રેમાં પોતાનું અસાધારણ યોગદાન આપનાર ઉદ્યોગપતિઓનું એવોર્ડથી સન્‍માન કરવામાં આવ્‍યું હતું. ગુજરાતના યુવા ઉદ્યોગપતિ અને જલાર્ક સોલર સોલ્‍યુશન્‍સ ઓપીસી પ્રાઇવેટ લિમિટેડના ડાયરેક્‍ટર શ્રી ચિંતન મહિડાને ‘‘યંગ લીડર ઑફ ધ યર ૨૦૨૫'' એવોર્ડથી સન્‍માનિત કરવામાં આવ્‍યા છે. આ પુરસ્‍કાર તેમને સૌર ઊર્જાના પ્રસાર અને ઊર્જા ક્ષેત્રે તેમના ઉત્‍કૃષ્ટ યોગદાન બદલ એનાયત થયો હોવાનું જણાવાયું છે.  શ્રી ચિંતન મહિડા (મો.૯૪૨૬૬ ૬૧૮૫૭) ની આગેવાની હેઠળ, ખેડા જિલ્‍લાના સુકી ગામને પીએમ-સૂર્યઘર યોજના અંતર્ગત સમગ્ર ગામને સૌર ઊર્જાથી સજ્જ કરવામાં આવ્‍યું છે. આ પ્રોજેક્‍ટ અંતર્ગત દરેક ઘરમાં સોલર રૂફટોપ સિસ્‍ટમ સ્‍થાપિત કરાઈ છે, શ્રી મહિડાએ જણાવ્‍યું કે તેઓ વધુ ગામોને સૌર ઊર્જાથી સજ્જ કરીને ગુજરાતને ગ્રીન એનર્જી હબ બનાવવા માટે કટિબદ્ધ છે. તેઓની આ ઝળહળતી સિદ્ધિ બદલ સગા-સબંધીઓ, સ્‍નેહીજનો, મિત્રો, સામાજીક રાજકીય અને આગેવાનો, સંતો-મહંતો વગેરે અભિનંદન અને શુભેચ્‍છાઓ પાઠવી રહ્યા છે.

(2:04 PM IST)