<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 19th July 2025

કાલથી વડનગરમાં અંડર-૧૪ ગર્લ્‍સ ફૂટબોલ ટૂર્નામેન્‍ટઃ રાજકોટની ટીમ રવાના

રાજકોટઃ ૨૦  થી૨૪ જૂલાઈ દરમિયાન વડનગર, મહેસાણા ખાતે અંડર ૧૪ ગર્લ્‍સ ફૂટબોલ ટુર્નામેન્‍ટનું આયોજન ગુજરાત સ્‍ટેટ ફૂટબોલ અસોશિએશન દ્વારા કરવામાં આવેલ છે. જેમાં ડિસ્‍ટ્રિક્‍ટ ફૂટબોલ એસોશિએશન રાજકોટ ની ટીમ પણ આ ટુર્નામેન્‍ટમાં ભાગ લેવા માટે જવાની છે. રાજકોટ ડિસ્‍ટ્રિક્‍ટ ટીમ નું સિલેકસન ટુર્નામેન્‍ટ રમાડી કરવામાં આવેલ. ટીમ ના નામ આ પ્રમાણે છે. ચાર્વી રાદડીયા, મહેક જાદવ,દીયા દોશી, જીનલ બાંભણીયા, સ્‍વીટી સુરેજા, સાનવી ગાંધી, તાથી સીતાપરા, તાની જોબનપુત્રા, ધ્‍યાના મેંદપરા, તન્‍વી મોરી, આર્વી સાંગાણી, ઉત્‍સવી પરસાણા, વૈદહી ત્રિવેદી, સાનિધ્‍યા સીધપરા, પ્રિશા રામાણી, રાજવીબા જાડેજા, મૈત્રી અસલાલિયા, યાના પીપળીયા, આન્‍યા તરસાલીયા અને વૈદહી તંતી, ટીમ ના કોચ નીરલી લખુભાઈ ઘેરૈયા  અને મેનેજર વિરાબેન મોહનભાઈ સુરેજા છે. ડિસ્‍ટ્રિક્‍ટ ફૂટબોલ અસોશિએશન ના પ્રમુખ ગુણવંતભાઈ દેલાવાળા, બી.કે. જાડેજા, શ્રી ડી.વી.મહેતા, સેક્રેટરી  રોહીત બુંદેલા, જે.પી. બારડ, અજય ભટ્ટ,  રાજેશ ચૌહાણ, અમૃતલાલ બૌરસી, રફેલ ડાભી, રોહિત પંડિત, શિવરાજાસિહ ચાવડા, સંજય પંડ્‍યા, દીપક યસવંતે, ઉપેન્‍દ્રસિહ ઝાલા, અજય આચાર્ય, અમિત સિયાળીયા, ભરત સિયાળીયા, મનદીપ બારડ, આશિષ ગુરુંગ, પૃથ્‍વી જેઠવાએ ટીમ ને શુભેચ્‍છા પાઠવી છે.

(2:03 PM IST)