<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 19th July 2025

પાલનપુરમાં ભારે વરસાદથી માર્ગો પર ઘુટણ સમા પાણી ભરાયા : લોકોને અને વાહનચાલકોને ભારે હાલાકી

ગ્રામ્ય વિસ્તારોમાં ખેતરમાં જવાના રસ્તે પાણી ભરાતા મુશ્કેલી: વહેલી સવારથી ધોધમાર વરસાદ વરસતા અનેક નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા

બનાસકાંઠામાં વહેલી સવારથી ભારે વરસાદ વરસી રહયૉ છે, બનાસકાંઠાના દાતા અને પાલનપુરમાં ધોધમાર વરસાદ વરસતા પાણી ભરાઈ જવાની સમસ્યા ઉભી થઇ હતી શહેરના અનેક માર્ગો જળબંબાકાર થયા હતા 

 પાલનપુરમાં ભારે વરસાદથી માર્ગો પર પાણી ભરાઈ જવા પામ્યા છે. માર્ગ ઉપર ઘૂંટણ સમા પાણી ભરાઈ જતા વાહન ચાલકોને ભારે મુશ્કેલી સર્જાઈ છે. પાલનપુર બનાસ ડેરી રોડ પર ભરાયા પાણી. પાલનપુરના ગ્રામ્ય વિસ્તારોમાં ખેતરમાં જવાના રસ્તે પાણી ભરાતા મુશ્કેલીઓ સર્જાઈ છે. વહેલી સવારથી ધોધમાર વરસાદ વરસ્યો હતો અને તેના કારણે અનેક નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા છે.

 

(12:35 PM IST)