તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 19th July 2025
સ્મશાનની કામગીરીનું ખાનગીકરણ કરવાથી લોકોની લાગણીને ઠેંસ પહોંચી: ફેર વિચાર કરો : વડોદરા ભાજપ ધારાસભ્યનો પત્ર
માંજલપુરના ધારાસભ્ય યોગેશ પટેલે આઉટ સોર્સિંગ કરેલા સ્મશાન બાબતે ફરી વિચાર કરવા માટે કમિશનરને પત્ર લખ્યો

વડોદરા મહાનગરપાલિકા દ્વારા વિવિધ સ્મશાનગૃહની કામગીરી આઉટ સોર્સિંગથી કરવા માટે કરેલો ઠરાવ અંગે પ્રજામાં પક્ષની છબી ખરડાઈ છે. આથી આ નિર્ણયે ફેર વિચારણા કરવા માટે વડોદરાના માંજલપુરના ધારાસભ્ય યોગેશ પટેલે પત્ર લખ્યો છે. વડોદરામાં આવેલ 31 સ્મશાન એજન્સીને સોંપવા મુદ્દે ફરી વિચારણા કરવા પત્રમાં ઉલ્લેખ કરાયો છે. સ્મશાનમાં લોકો પોતાના મૃતક સ્વજનની લાગણી સાથે જોડાયેલી હોય છે, આ નિર્ણથી તેમની લાગણીને ઠેસ પહોંચે છે તેવો પણ પત્રમાં ઉલ્લેખ કરાયો છે. આઉટ સોર્સિંગ કરેલા સ્મશાન બાબતે ફરી વિચાર કરવા માટે કમિશનરને પત્ર લખ્યો છે.
(12:09 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
