<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 19th July 2025

આજે દેવભૂમિ દ્વારકાના કાર્યદક્ષ એસપી નિતેશ પાંડેનો જન્‍મ દિવસ...

જામનગર જિલ્‍લાની વિશેષ પરિસ્‍થિત બાદ પવિત્ર ભૂમિ પરના ગેરકાયદે દબાણો દૂર કરવામાં સિંહફાળો આપનાર લોકપ્રિય ips પર અભિનદન વર્ષે છે અપરંપાર : યુવા પેઢીને નશાની ગર્તામાં ધકેલાતી અટકાવવા નશાકારક ફેક્‍ટરીના ઉત્‍પાદન સુધી પહોંચનાર આ અધિકારીના નેતૃત્‍વમાં પદયાત્રીઓની પુત્ર પણ ન કરે તેવી સેવા દ્વારા સુવાસ ફેલાવેલ

 

રાજકોટઃ આજે દેવભૂમિ દ્વારકા જિલ્‍લાના લોકપ્રિય અને કાર્યદક્ષ એવા જિલ્‍લા પોલીસવડા નિતેશ પાંડેનો જન્‍મદિવસ છે. વિશાળ શુભેચ્‍છક વર્ગ ધરાવતા આ યુવા ત્‍ભ્‍લ્‍ અધિકારી પર ઠેર ઠેર થી અપરંપાર અભિનંદન વર્ષી રહ્યા છે. (મો. નંબર ૯૯૭૮૪ ૦૫૯૭૬)

નિતેશ પાંડેએ જામનગર જિલ્‍લાની વિશેષ પરિસ્‍થિતિમાં પવિત્ર ભૂમિ પરના ગેરકાયદે દબાણો દૂર કરવામાં સિહ ફાળો આપીને લોકપ્રિયતા હાંસલ કરી હતી. જામનગર જિલ્‍લાની પરિસ્‍થિતિ અંગેનો ચિતાર વડાપ્રધાન કાર્યાલય સુધી એક જાણીતા ઉદ્યોગગૃહ દ્વારા રજૂ થતાં, જામનગર એસપી તરીકે દીપેનભદ્રને ખાસ જવાબદારી સુપ્રત કરવામાં આવી હતી, ત્‍યારે મોટી સાફસૂફી કરવા માટે નિતેશ પાંડેની પણ વિશેષ નિમણૂક કરવામાં આવેલ.

આ ઉપરાંત, દેવભૂમિ દ્વારકા જિલ્‍લાને વિશ્વના પર્યટન અને ધાર્મિક નકશામાં વિશાળ ફલક પર મૂકવા માટે કોરિડોર સહિતના વિશાળ પ્રોજેક્‍ટનું પ્‍લાનિગ હોવાથી, ગેરકાયદે દબાણો દૂર કરવા મેગા ઓપરેશન હાથ ધરવા માટે તેમને દેવભૂમિ દ્વારકામાં ખાસ પસંદગી કરવામાં આવેલ.

તેમનું નેતૃત્‍વ અને કાર્યદક્ષતા અનેક ક્ષેત્રોમાં અસરકારક પુરવાર થઈ છે. નિર્જન ટાપુઓ પર પેટ્રોલિગ, સાગર સુરક્ષા યોજનાનું અમલીકરણ, મૂર્તિ ચોરીના ભેદ ઉકેલવા કે પછી યુવા પેઢી બરબાદ થાય તેવા નશાકારક સીરપના મૂળ ઉત્‍પાદક સ્‍થળો સુધી પહોંચવામાં તેમની કામગીરી પ્રશંસનીય રહી છે. એટલું જ નહીં, પદયાત્રીઓ માટે પુત્ર પણ ન કરે તેવી અદભુત સેવા કાર્ય સહિતના કાર્યોની નોંધ માત્ર ગાંધીનગર સુધી જ નહીં, પરંતુ ખુદ વડાપ્રધાન દ્વારા પણ ઇનડાયરેક્‍ટલી લેવામાં આવી છે.

નિતેશ પાંડેના જન્‍મદિવસ નિમિત્તે તેમના કાર્યોને બિરદાવતા અનેક લોકો શુભેચ્‍છા પાઠવી રહ્યા છે. તેમનો કાર્યકાળ દેવભૂમિ દ્વારકા જિલ્‍લા માટે સુરક્ષા અને વિકાસ બંને ક્ષેત્રે એક નવા આયામ સ્‍થાપિત કરી રહ્યો છે.(૪૦.૨૬)

 

(11:39 AM IST)