<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 19th July 2025

કોંગ્રેસમાં નવા પ્રમુખની નિયુક્‍તિ બાદ પણ જૂથવાદ યથાવત

કોંગ્રેસના કાર્યાલયે લગાવાયેલા પોસ્‍ટરમાંથી વિધાનસભાના ઉપનેતા શૈલેષ પરમારના ફોટાની બાદબાકીઃ પ્રજાના સળગતા પ્રશ્‍નોને લઈ સરકાર સામે જરૂર પડશે તો આંદોલન પણ કરશુઃ અમિત ચાવડા

 

(વિજય વસાણી દ્વારા) ગાંધીનગર, તા.૧૯: તાજેતરમાં જ કોંગ્રેસ હાઈ કમાન્‍ડે ગુજરાત કોંગ્રેસના નવા પ્રમુખ તેમજ વિધાનસભામા કોંગ્રેસ પક્ષના નેતાના નામ જાહેર કર્યા છે પરંતુ હજુ કોંગ્રેસમાં ચાલતી આતરીક લડાઈ અને જૂથવાદ સમીયો નથી.

નવા પ્રમુખની વરણી થયા બાદ અમિત ચાવડા ગઈકાલે દિલ્‍હીથી પરત આવ્‍યા ત્‍યારે તેમને આવકારવા કોંગ્રેસ ભવન ઉપર ફોટા સાથેના મોટા ર્હોડિંગ્‍સ લગાવવામાં આવ્‍યા હતા જેમાં અત્‍યાર સુધી વિધાનસભાના ઉપનેતા શૈલેષ પરમારનો ફોટો રાખવામાં આવતો હતો પણ ગઈકાલના ર્હોડિંગ્‍સમાંથી શૈલેષ પરમારનો ફોટો ગાયબ થતા કોંગ્રેસની આંતરિક લડાઈ અને જૂથવાદ બહાર આવ્‍યો હતો.

ગુજરાત કોંગ્રેસના પૂર્વ પ્રમુખ શક્‍તિસિંહ ગોહિલના કાર્યકાળ દરમિયાન શૈલેષ પરમારનો ફોટો રાખવામાં આવતો હતો.

ઉલ્લેખનીય છે કે વિધાનસભામાં કોંગ્રેસ પક્ષના નવા નેતાના નામની જાહેરાત કરી દેવામાં આવી છે ત્‍યારે સ્‍થાનિક કોંગ્રેસના અમુક આગેવાનોએ કોંગ્રેસ હાઈ કમાન્‍ડને લેખિતમાં જાણ કરી વિધાનસભાના  કોંગ્રેસના વર્તમાન ઉપનેતા શૈલેષ પરમારને હટાવવા કહ્યું છે.

ગઈકાલે અમદાવાદ એરપોર્ટ ઉપર દિલ્‍હી થી નવા પ્રમુખ અમદાવાદ આવ્‍યા ત્‍યારે એરપોર્ટ ઉપર કોંગ્રેસે શક્‍તિ પ્રદર્શન કરી નવા પ્રમુખનું સ્‍વાગત કર્યું હતું આ દરમિયાન અમિત ચાવડાએ જણાવ્‍યું હતું કે ટૂંક સમયમાં બુથ થી લઈ પ્રદેશ સંગઠન સુધી નવું માળખું તૈયાર કરવામાં આવશે જેમાં નવા લોકોને અને પક્ષના વફાદાર કાર્યકરોને સંગઠનમાં તક આપવામાં આવશે આ ઉપરાંત રાજ્‍યમાં હાલ પ્રજાના સળગતા મુદ્દાઓ પર કોંગ્રેસ સરકારને જગાડશે અને જરૂર પડ્‍યે આંદોલન પણ કરવામાં આવશે.(૨૩.૧૧)

(10:39 AM IST)