<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 18th July 2025

ઉમરેઠ નગરપાલિકા જાહેરમાં કચરો નાખતા લોકો સામે કાર્યવાહી કરશે

સીસીટીવી દ્વારા લોકો પર નજર રાખશેઃપાલિકા દ્વારા ચાર રસ્તા કે રસ્તની સાઈડમાં કચરો નાખીને ગંદકી કરતા લોકો સામે કાર્યવાહી કરવાનો નિર્ણય લીધો છે

ઉમરેઠ,તા.૧૮

ઉમરેઠ નગરપાલિકા દ્વારા સીસીટીવી કેમેરા લગાવવામાં આવ્યા છે. ઉમરેઠ નગરપાલિકા દ્વારા જાહેરમાં રસ્તા ઉપર કચરો નાખતા લોકોની સામે કાર્યવાહી કરશે. સીસીટીવી કેમેરામાં જાહેર રસ્તા ઉપર કચરો નાખનાર વેપારી તથા રહીશો પર નજર રાખવામાં આવશે. જાહેર રસ્તા ઉપર કચરો નાખનાર સામે નગરપાલિકા દ્વારા દંડ વસૂલવાની જાહેરાત કરવામાં આવી છે.ઉમરેઠ નગરપાલિકા વિસ્તારમાં જો કોઈ લોકો જાહેરમાં કચરો નાખતા જણાશે તો પાલિકા તેમની સામે કર્યવાહી કરશે. નગરપાલિકાએ રસ્તાઓ પર કેમેરા લગાવી લોકો પર નજર રાખી રહી છે. પાલિકા દ્વારા ચાર રસ્તા કે રસ્તની સાઈડમાં કચરો નાખીને ગંદકી કરતા લોકો સામે કાર્યવાહી કરવાનો નિર્ણય લીધો છે.

શહેરને સ્વચ્છ રાખવાની કામગીરી હેઠળ પાલિકા દ્વારા કામગીરી કરવામાં આવી છે. ઉમરેઠ નગરપાલિકા દ્વારા જાહેરમાં રસ્તા ઉપર કચરો નાખતા લોકોની સામે કાર્યવાહી કરશે. સીસીટીવી કેમેરામાં જાહેર રસ્તા ઉપર કચરો નાખનાર વેપારી તથા રહીશો પર નજર રાખવામાં આવશે.

(10:19 PM IST)