News of Friday, 18th July 2025
સાબર ડેરી દ્વારા ભાવફેરની જાહેરાત અને બેઠક બાદ પણ પશુપાલકોનો વિરોધ યથાવત : આખરે મડાગાંઠ શું છે ?
સાબરડેરીમાં યોજાયેલ સૌથી મોટી બેઠક બાદ પણ મોટાભાગના ગ્રામ્ય વિસ્તારોમાં દૂધ બંધ: ઇડર, વડાલી, હિંમતનગર, પ્રાંતિજ, તલોદ સહિતના પંથકમાં દૂધ બંધ છે

અમદાવાદ :પશુપાલકોને સાબરડેરી દ્વારા આપવામાં આવેલ ભાવફેરની જાહેરાત બાદ પણ વિરોધ યથાવત છે. સાબરડેરી દ્વારા આપવામાં આવેલ ભાવફેરની જાહેરાત બાદ પણપશુપાલકો આ જાહેરાતને લોલીપોપ ગણાવી રહ્યા છે. સાબરડેરી પશુપાલકો વચ્ચે ભાવફેર તેમજ જેલમાં બંધ પશુપાલક મામલે સાબરડેરીમાં યોજાયેલ સૌથી મોટી બેઠક બાદ પણ મોટાભાગના ગ્રામ્ય વિસ્તારોમાં દૂધ બંધ છે. ઇડર, વડાલી, હિંમતનગર, પ્રાંતિજ, તલોદ સહિતના પંથકમાં દૂધ બંધ છે.
સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લાના પશુપાલકોના વિરોધ બાદ ભાવફેરને લઈને સાબર ડેરીએ મોટી જાહેરાત કરી છે. જેમાં પશુપાલકોને 995 રૂપિયા કિલો ફેટે ચુકવાશે. સાબર ડેરીએ ગત દિવસોમાં 990 રૂપિયાના ભાવફેરની વાત કરી હતી તેમ છતાં પણ પશુપાલકોનો વિરોધ યથાવત્ રહેતા પ્રતિ કિલો ફેટે વધુ 5 રૂપિયાનો વધારો જાહેર કરાયો છે. આ નિર્ણય સાધારણ સભા પહેલાં જ નિયામક મંડળની બેઠકમાં લેવામાં આવ્યો છે. અગાઉ પશુપાલકોને 960 રૂપિયા પ્રતિ કિલો ફેટ મુજબ એડવાન્સ ભાવફેર ચૂકવવામાં આવ્યો હતો. હવે બાકીના 35 રૂપિયાનો તફાવત સાધારણ સભા પછી ચૂકવવા માટે કાર્યવાહી શરૂ કરવામાં આવશે. આ અંગેનો નિર્ણય આગામી સાધારણ સભામાં રજૂ કરવામાં આવશે, પરંતુ તફાવતની રકમ એડવાન્સ પેમેન્ટની જેમ જ ચૂકવવામાં આવશે.
પાંચ દિવસથી સાબરડેરી સામેનો વિરોધ બેઠક બાદ પણ યથાવત છે. પશુપાલકોને સાબરડેરી દ્વારા આપવામાં આવેલ ભાવફેરની જાહેરાત બાદ પણ વિરોધ યથાવત છે. રમણલાલ વોરા સહિત બંને જિલ્લાના ભાજપ આગેવાનો સહિત કિસાન સંઘ વચ્ચે બેઠક યોજાઈ હતી. ગામના સોશિયલ મીડિયા ગ્રુપોમાં પશુપાલકોએ વિરોધ યથાવત રાખવા આદેશ કર્યા છે. પશુપાલકોને દૂધ ન ભરાવવા માટે સોશિયલ મીડિયામાં પશુપાલકોએ અપીલ કરી છે.
(8:24 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
