તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 18th July 2025
પશુપાલકોના રોષ બાદ સાબરડેરીએ જાહેર કર્યો ભાવફેર:હવે પ્રતિ કિલો ફેટ રૂપિયા 995 ચૂકવાશે
અગાઉ 960 રુપિયા મુજબ એડવાન્સ ભાવફેર ચુકવાયો હતો. તફાવતના 35 રુપિયા સાધારણ સભા બાદ ચુકવવા કાર્યવાહી કરાશે.

સાબરડેરીની આજે મળેલ બોર્ડ બેઠકમાં પશુપાલકો માટે ભાવફેરની જાહેરાત કરી છે. ડેરીએ રૂપિયા 995 પ્રતિ કિલો ફેટ આપવાની જાહેરાત કરી છે. સાધારણ સભા અગાઉ જ નિયામક મંડળે બેઠક યોજી જાહેરાત કરી હતી. અગાઉ 960 રુપિયા મુજબ એડવાન્સ ભાવફેર ચુકવાયો હતો. તફાવતના 35 રુપિયા સાધારણ સભા બાદ ચુકવવા કાર્યવાહી કરાશે. નિયામક મંડળ હવે આગામી સાધારણ સભામાં ભાવફેર અંગે નિર્ણય રજૂ કરાશે.
જોકે આ પહેલા જ એડવાન્સ પેમેન્ટની માફક ભાવફેરનો તફાવત ચૂકવાશે. સાબરડેરીના ચેરમેને નિર્ણય અગાઉ સાંસદ શોભનાબેન બારૈયા સાથે ચર્ચા કરી હતી. ઈડર ધારાસભ્ય રમણ વોરા, પૂર્વ ધારાસભ્ય મહેન્દ્રસિંહ બારૈયા, જિલ્લા ભાજપ પ્રમુખ કનુ પટેલ, ભીખાજી ઠાકોર, સહિત ભાજપના સંગઠન અને કિસાન સંઘના આગેવાનો સાથે ચર્ચા કરી હતી. સાબરકાંઠા-અરવલ્લીના મોટા ભાગના તાલુકાના આગેવાનો સાથે સાબરડેરીએ ચર્ચા કરી હતી. સતત ચર્ચાઓ અને બેઠકોના અંતે સાબરડેરીએ મોટો નિર્ણય જાહેર કર્યો હતો. સાબરકાંઠા-અરવલ્લીના મોટા ભાગના તાલુકાના આગેવાનો સાથે સાબરડેરીએ ચર્ચા કરી
(6:33 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
