<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 17th July 2025

સુરત જવેલર્સમાં ફાયરિંગ કરીને લૂંટનો LCBએ ઉકેલ્યો ભેદ: બિહારથી 2 આરોપીને ઝડપ્યા : અન્ય એક ફરાર

સચિન વિસ્તારમાં શ્રીનાથજી જ્વેલર્સના માલિક પર ફાયરિંગ કરી લૂંટની ઘટનામાં દિપક પાસવાનને સ્થાનિકોએ ઝડપી પાડ્યા બાદ શહેર ક્રાઈમ બ્રાન્ચ પોલીસે અન્ય 2 આરોપીને બિહાર ખાતેથી ઝડપી પાડ્યા :હજુ પણ એક આરોપી પોલીસ પકડથી દૂર

સુરતના સચિન વિસ્તારમાં શ્રીનાથજી જ્વેલર્સના માલિક પર ચાર શખ્સોએ ફાયરિંગ કરી તેમને લૂંટી લેવામાં આવ્યા હોવાની ઘટનામાં દિપક પાસવાન નામના એક આરોપીને સ્થાનિકોએ ઝડપી પાડ્યો હતો .ત્યારબાદ સુરત શહેર ક્રાઈમ બ્રાન્ચ પોલીસે અન્ય 2 આરોપીને બિહાર ખાતેથી ઝડપી પાડ્યા છે હજુ પણ એક આરોપી પોલીસ પકડથી દૂર છે.

સુરતમાં ચકચારી બનેલી સચિન હત્યા વિથ લૂંટની ઘટનામાં સુરત ક્રાઈમ બ્રાન્ચ પોલીસને મહત્વની સફળતા હાથ લાગી છે. સચિનના શ્રીનાથજી જ્વેલર્સમાં સાત જુલાઈના રોજ રાત્રે 8:30 વાગ્યે ચાર લૂંટારુઓ જ્વેલર્સમાં પ્રવેશ્યા હતા અને જ્વેલર્સ માંથી સોના અને ચાંદીના ભરેલા બે બેગ લુટી અને ભાગી રહ્યા હતા તે દરમિયાન જવેલર્સ ના માલિક આશિષ રાજપરા એ પ્રતિકાર કર્યો હતો અને ત્યારે જ લૂંટારુઓએ તેમના પર બે રાઉન્ડ ફાયરિંગ કરી દેતા ઘટના સ્થળે જ તેનું મોત થયું હતું.. લૂંટારુઓ ના કારણે આસપાસના વિસ્તારમાં ભય ફેલાયો હતો. સરાજાહેર એક યુવક પર ફાયરિંગ કર્યા બાદ બે રાઉન્ડ હવામાં ફાયરિંગ કર્યા હતા. લૂંટારુઓ ભાગવા જતા હતા તે દરમિયાન સ્થાનિક લોકોએ હિંમત કરી એક લૂંટારાને ઝડપી પાડી અને પોલીસને સોંપી દીધો હતો. જોકે અન્ય ત્રણ ઈસમો સોના ચાંદીના ભરેલા બેગ લઈ ભાગી છુટ્યા હતા.પોલીસે શરૂઆતની તપાસ કરી ત્યારે ઘટના સ્થળ થી થોડે દૂર સોના અને ચાંદીનો દાગીના ભરેલો એક બેગ મળી આવી હતી. જોકે એક બેગ લઈ અને લૂંટારાઓ ભાગી છુટ્યા હતા. આ સમગ્ર મામલે પ્રાથમિક પૂછપરછમાં પોલીસે દીપક પાસવાનની પૂછપરછ કરી હતી પરંતુ તે ગોળ ગોળ જવાબ આપતો હતો.

દીપક પાસવાન ની પૂછપરછમાં સામે આવ્યું હતું કે લૂંટ કરવા આવેલા લુંટારુઓ પહેલેથી જ રીઢા આરોપીઓ હતા. આ ચારેય અલગ અલગ ગેંગના આરોપીઓ છે જે અગાઉ આ પ્રકારના ગંભીર ગુના ને અંજામ આપી ચૂક્યા છે.. દિપક પાસવાન અને અન્ય ત્રણેય ઈસમો અલગ અલગ ગુના આચરી જેલમાં ભેગા થયા હતા. તે દરમિયાન આ ચારે વચ્ચે વાતચીત થઈ હતી . ત્યારબાદ જેલમાં જ લૂંટ નો પ્લાન બનાવ્યો હતો.. સુરતમાં લૂંટ કરવા નો પ્લાન બનાવ્યો તેની પહેલા બે દિવસ કડોદરા વિસ્તારમાં રૂમ ભાડે રાખી આ વિસ્તારની રેકી કરવામાં આવી હતી.. અને ત્યારબાદ આ લૂંટ ને અંજામ આપવામાં આવ્યો હતો.. દીપક પાસવાન જ અન્ય ત્રણ ઈસમોને લૂંટ કરવા માટે સુરત લઈને આવ્યો હતો.. સમગ્ર મામલે પોલીસને પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું હતું કે લૂંટારૂઓ લૂંટ કરી અને બિહાર તરફ નાસી છૂટ્યા છે. જેથી સુરત પોલીસ દ્વારા અલગ અલગ ત્રણ ટીમો બનાવી બિહાર ખાતે મોકલવામાં આવી હતી ..જ્યાં આ ટીમ દ્વારા એક અઠવાડિયા સુધી અલગ અલગ વિસ્તારમાં રેકી કરવામાં આવી હતી અને ત્યારબાદ પોલીસને સંજય ચંદ્રદેવ અને અવિનાશ નામના બે લૂંટારાઓને પકડવામાં સફળતા મળી હતી.સાથે જ લૂંટ નો 10 લાખ નો મુદામાલ પણ કબજે કર્યો હતો..જોકે પીન્ટુ નામનો ઈસમ હજી પણ પોલીસ પકડથી દૂર છે .. ઝડપાયેલા ચંદ્રદેવ પર બિહારમાં 5 ,દિપક પાસવાન પર બિહારમાં 7 ,અવિનાશ પર ત્રણ વોન્ટેડ પીન્ટુ સામે 6 જેટલા ગંભીર ગુના દાખલ છે.. ઝડપાયેલા તમામ લૂંટારુઓ ખૂબ જ શાતિર હતા અને ગંભીર ગુના આચરી ચૂક્યા હોવાથી તેઓ રીઢા ગુનેગાર હતા..

 

ઝડપાયેલા બંને આરોપીઓની પૂછપરછ કરવામાં આવતા તેઓ લૂંટ કર્યા બાદ તાત્કાલિક રેલવે સ્ટેશન તરફ દોડી આવ્યા હતા અને પ્લેટફોર્મ પર જે પણ ટ્રેન પડી હોય તેમાં ચડી ફરાર થઈ જવા નો પ્લાન બનાવ્યો હતો ..જેથી ભુસાવલ તરફ જતી એક ટ્રેનમાં આ ત્રણેય ઈસમો ચડી ગયા હતા .જોકે વગર ટિકિટ એ આ ત્રણે મુસાફરી કરતા હોવાથી ટીટીના હાથે ઝડપાયા હતા અને ટીટીએ આ ત્રણેયને વગર ટિકિટ નો દંડ પણ ફટકાર્યો હતો.. આમ સંજય, અવિનાશ અને પિન્ટુ ત્રણેય બિહાર પહોંચ્યા હતા. જોકે તો આ ત્રણેય બિહારથી કોઈ અન્ય જગ્યાએ જાય તે પહેલાં જ સુરત ક્રાઈમ બ્રાન્ચ પોલીસની અલગ અલગ ટીમો બનાવી ત્યાં પહોંચી હતી અને અઠવાડિયા સુધી રેકી કર્યા બાદ કન્ફર્મેશન મેળવી અને ધરપકડ કરી સુરત ખાતે લાવવામાં આવ્યા હતા.

(8:43 PM IST)